China: ચીનમાં કીડાના વરસાદનો એક હેરાન કરનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, ચીનના લિયોનિંગ પ્રાંતમાં કીડાનો વરસાદ થયો છે, જે બાદ રસ્તાઓ અને કાર પર કીડાનો ઢગલો જોવા મળી રહ્યો છે. પરંતુ આ વીડિયો ભ્રામક હોવાનું સામે આવ્યું છે. ખરેખર હકીકત એવી છે કે વીડિયોમાં દેખાઈ રહેલી વસ્તુ કીડા નહીં પરંતુ વસંત ઋતુમાં પોપ્લર વૃક્ષોના ફૂલો (ફૂલોના ઝુંડ) છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચાઈનામાં આકાશ માંથી કીડાઓ વરસ્યા હોવાની વાયરલ ફૂટેજ પોસ્ટ પર ચીની પત્રકાર શેન શિવેઈ એ આ વીડિયોને “ખોટો ગણાવ્યો છે. તેઓએ લખ્યું છે કે “હું બેઇજિંગમાં રહું છું અને આ વીડિયો ખોટો છે. બેઇજિંગમાં હાલના દિવસોમાં આવો કોઈ વરસાદ થયો નથી.



11 માર્ચ, 2023ના રોજ ટ્વીટર યુઝર @journoturk એ “ચીનમાં કીડાનો વરસાદ”ના દાવાઓને ભ્રામક ગણાવતા જણાવ્યું કે “વિશ્વભરના અખબારો, ટીવી ચેનલો અને ન્યુઝ સાઇટ્સે ખોટા સમાચાર શેર કર્યા છે. ચાઇનામાં કીડાઓનો વરસાદ થયો નહોતો, હકીકતમાં તે પોપ્લર વૃક્ષોના ફૂલો હતા જે તમે નીચેના વીડિયોમાંથી જોઈ શકો છો.”



આ ઉપરાંત, અન્ય એક ટ્વિટર હેન્ડલ @Vxujianing એ પણ “ચીનમાં કીડાઓ વરસ્યા” પરની ઈનસાઈડર પેપરની પોસ્ટને ફેક ન્યૂઝ તરીકે ગણાવી છે. તેઓએ જણાવ્યું કે “વસંતમાં પોપ્લર વૃક્ષોમાંથી જે વસ્તુઓ પડે છે તે કેટરપિલર (કીડાઓ) નથી, પરંતુ પોપ્લર વૃક્ષોના ફૂલો (ફૂલોના ઝુંડ) છે.” આ ટ્વીટ સાથે પોપ્લર વૃક્ષોના ફૂલોના ફોટોગ્રાફ્સ પણ શેર કરવામાં આવેલ છે.


pic.twitter.com/otVkuYDwlK



આકાશમાંથી વરસાદ થવો સામાન્ય વાત છે, પરંતુ ચીન (China)માં કીડાના વરસાદ (Worms Rain)નો એક વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો હતો. પણ પાછળ (ફેક્ટચેક)થી તે ખોટો ઠર્યો અને તે કીડાઓનો વરસાદ નહીં પરંતુ પોપ્લર વૃક્ષોનો ફૂલો હતા.



શું હોય છે આ કીડા જેવા દેખાતા ફૂલ?
CGTN દ્વારા 8 મે, 2019ના પ્રકાશિત કરેલા અહેવાલમાં પોપ્લરના વૃક્ષના ફૂલોની તસ્વીર શેર કરવામાં આવી હતી જે વાયરલ વીડિયોમાં “વોર્મ્સ” (કીડાઓ) જેવા દેખાતા હતા. પોપ્લર એ એક ડાયોશિયસ છોડ છે, એટલે કે નર અને માદા ફૂલો અલગ-અલગ વૃક્ષો પર ઉગે છે, અને વૃક્ષના પાંદડા બહાર આવે તે પહેલાં ફૂલો ઝુંડમાં ખીલે છે.