નવી દિલ્હીઃ વિશ્વના મોટા અને શક્તિશાળી દેશ ચીનને અલગ પાડવામાં કોઈ કસર છોડવા માગતા નથી. હવે ચીનની વિરુદ્ધ ભારતનો સાથ આપનારા દેશમાં વધુ એક નામ જોડાઇ ગયું છે, તે છે જાપાન. ડ્રેગન વિરુદ્ધ ઉઠતા અવાજ વચ્ચે જાપાન શી જિનપિંગના સત્તાવાર પ્રવાસને રોકવાનો નિર્ણય કરવા જઈ રહ્યું છે. હકીકતમાં કોરોના વાયરસ મહામારીને કારણે જાપાને ચીનના રાષ્ટ્રપતિના પ્રવાસને એપ્રિલમાં ટાળી દીધો હતો અને હવે તે પ્રવાસ આ વર્ષે સંભવ થાય તેમ લાગતું નથી.  કોવિડ 19 મહામારીની શરૂઆત ચીનથી થઈ અને ત્યારબાદ એક પછી એક વિશ્વના તમામ દેશો અને ચીન વચ્ચે તણાવ સતત વધતો ગયો છે. હવે હાલના બદલાતા આંતરરાષ્ટ્રીય ઘટનાક્રમ વચ્ચે ચીન અને જાપાનના સંબંધોમાં પણ ગ્રહણ લાગી ગયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં હોંગકોંચ પર નેશનલ સિક્યોરિટી કાયદો લાગૂ કરવાને કારણે જાપાનના પ્રધાનમંત્રી શિંઝો આબેની પાર્ટી લિબરલ ડેમોક્રેટિક પાર્ટીએ સરકારને શી જિનપિંગના જાપાન પ્રવાસ પર બીજીવાર વિચાર કરવાની અપીલ કરી છે. હોંગકોંગ પર નેશનલ સિક્યોરિટી કાયદો લાગૂ કરવાને કારણે જાપાનને તે વાતનો ડર છે કે આ નવા કાયદાને કારણે હોંગકોંગમાં જાપાનના લોકો અને કંપનીઓના અધિકારીઓમાં ઘટાડો કરવામાં આવશે.


'સાઉથ ચાઇના સી' માં સંઘર્ષ વધ્યો, અમેરિકાએ 2 એરક્રાફ્ટ કેરિયર રવાના કર્યા


હોંગકોંગમાં જાપાનની આશરે 1400 કંપનીઓની હાજરી છે. તે જાપાનના કૃષિ સામાનોની સૌથી મોટી આયાતકાર છે. જાપાની બિઝનેસ કોમ્યુનિટીને ચિંતા છે કે ચાઇનીઝ નેશનલ સિક્યોરિટી કાયદો હોંગકોંગના આધારને ડગમગાવી દેશે.


ચીન અને જાપાન બંન્ને દેશો વચ્ચે વધતા તણાવ વચ્ચે જાપાનના વિદેશ મંત્રી તોશીમિત્સુ મોતેગીએ નિવેદન જાપી કરીને કહ્યુ કે, હોંગકોંગમાં રહેતા જાપાની લોકો અને કંપનીઓના અધિકારીઓનું સન્માન કરવામાં આવે, પરંતુ જાપાનની આ માગ પર ચીનનું વલણ સકારાત્મક લાગી રહ્યું નથી. તેવામાં બંન્ને દેશો વચ્ચે આવનારા સમયમાં તણાવ વધી શકે છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube