#ChinaBlocksWION: ચીને WIONને કરી બ્લોક, પરંતુ જનતાના સમર્થનથી મુકાયું શરમજનક સ્થિતિમાં
ચીનના વિસ્તૃતવાદી એજન્ડાને ખુલ્લો પાડવા અને કોરોના સંકટમાં તેનાથી છુપાયેલા સત્યના પત્તાને ખોલવાથી ગુસ્સે ભરાયેલા ચીને ZEE મીડિયા ગ્રુપની આંતરરાષ્ટ્રીય ચેનલ WIONની વેબસાઇટ www.wionews.comને તેમના ત્યાં બ્લોક કરી દીધી છે. એટલે કે, આ વેબસાઇટ ચીનની મુખ્યભૂમિ (Mainland) પર આ વેબસાઇટને ખોલી શકાતી નથી. જો કે, આ માત્ર સંજોગ નથી કે ભારતે Chinese 59 ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યા પછી તેણે બદલો લેતી કાર્યવાહી હેઠળ આવું કર્યું. સત્ય એ છે કે તે લાંબા સમયથી WIONના નિષ્પક્ષ રિપોર્ટિંગથી ગુસ્સે હતો. સરહદ પર તણાવની વચ્ચે આ બદલાની કાર્યવાહી કરી.
નવી દિલ્હી: ચીનના વિસ્તૃતવાદી એજન્ડાને ખુલ્લો પાડવા અને કોરોના સંકટમાં તેનાથી છુપાયેલા સત્યના પત્તાને ખોલવાથી ગુસ્સે ભરાયેલા ચીને ZEE મીડિયા ગ્રુપની આંતરરાષ્ટ્રીય ચેનલ WIONની વેબસાઇટ www.wionews.comને તેમના ત્યાં બ્લોક કરી દીધી છે. એટલે કે, આ વેબસાઇટ ચીનની મુખ્યભૂમિ (Mainland) પર આ વેબસાઇટને ખોલી શકાતી નથી. જો કે, આ માત્ર સંજોગ નથી કે ભારતે Chinese 59 ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યા પછી તેણે બદલો લેતી કાર્યવાહી હેઠળ આવું કર્યું. સત્ય એ છે કે તે લાંબા સમયથી WIONના નિષ્પક્ષ રિપોર્ટિંગથી ગુસ્સે હતો. સરહદ પર તણાવની વચ્ચે આ બદલાની કાર્યવાહી કરી.
આ પણ વાંચો:- PM મોદીની સરપ્રાઈઝ લેહ મુલાકાતથી ચીનને લાગ્યા મરચા, તાબડતોબ આપ્યું નિવેદન
કોરોના વાયરસ મહામારીની શરૂઆત ચીનમાં થઇ. ચીન સતત આ વિશે ખોટું બોલતું રહ્યું. WION ચેનલે તેના જુઠ્ઠાણોને ખુલ્લો પાડવાનું ચાલુ રાખ્યું. બેઇજિંગે તેને લઇ પોતાની નારાજગી પણ ઘણી વખત વ્યક્ત કરી છે. ભારતમાં ચીનના રાજદ્વારીઓ પણ કોરોના પર WIONના કવરેજ પર સવાલ ઉભા કરી રહ્યા છે. ચીનની સરકારના મુખપત્ર કહેવામાં આવતું ગ્લોબલ ટાઇમ્સે તેના એક આર્ટિકલમાં WIONને ટિપ્પણી કરતા તેને સ્વતંત્ર રીતે વિચારવાની સલાહ આપી હતી. જ્યારે ધી ગ્લોબલ ટાઇમ્સને ચીનની સરકારની પ્રચાર મશીનરીની જીવનરેખા કહેવામાં આવે છે.
આ પણ વાંચો:- આ એક શહેર ચીન અને રશિયા વચ્ચે બની શકે છે યુદ્ધનું કારણ, જાણો ડ્રેગનના વધુ એક મોરચા વિશે
ચીનમાં ઇન્ટરનેટ પર નજર રાખતી સંસ્થા GreatFire.orgએ પુષ્ટિ કરી છે કે WIONને સંપૂર્ણપણે ચીનમાં બ્લોક કરાઈ છે. GreatFire.orgએ ડેટાબેઝ તરીકે ઉભરી છે. જે ચીન દ્વારા આંતરરાષ્ટ્રીય મીડિયા સંસ્થાઓને કરવામાં આવી રહેલી ઈન્ટરનેટ સેન્શરશિપ પર નજર રાખે છે. આ દ્વારા, સંશોધનકારો ચીનમાં પ્રકાશિત ડિજિટલ સેન્સરશીપને ટ્રેક કરી શકે છે.
મ્યાંમારમાં ભારે વરસાદના કારણે જમીન ધસી પડતા 113 લોકોના મોત
જો કે, ચીનની આ પ્રતિક્રિયાત્મક કાર્યવાહીને સોશિયલ મીડિયાએ જવાબ આપ્યો છે. તેના બ્લોક કરવાની સાથે જ ગુરૂવાર રાતે #ChinaBlocksWION ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યું છે. હોંગકોંગથી લઈને ભારત સુધી તેની સામે તીવ્ર પ્રતિક્રિયા વ્યક્ત કરવામાં આવી હતી. હોંગકોંગના કાર્યકર વાંગ ફેંગે કહ્યું કે WIONને બ્લોક કરવું ક્યાંયથી તાર્કિક નથી. કોઈપણ ન્યૂઝ મીડિયા પર પ્રતિબંધ મૂકવાનો અર્થ છે અભિવ્યક્તિની સ્વતંત્રતાને બ્લોક કરવી. એક વાત સ્પષ્ટ છે કે ચીનનું વલણ અસહ્ય છે. વાંગે એમ પણ કહ્યું હતું કે ચીનને સ્વતંત્ર પ્રેસનો અવાજ કદી ગમતો નથી અને તે હંમેશાં તેના મુખપત્ર ગ્લોબલ ટાઇમ્સ જેવા કે પ્રોપગેંડા ન્યૂઝને પ્રોત્સાહન આપે છે. તે હંમેશાં @globaltimesnews #ChinaWillPay #chinavsworld ને પ્રોત્સાહન આપે છે.
નેપાળમાં રાજકીય ભૂકંપ, અસર થશે ચીનને!, PM ઓલીની ખુરશી પર સંકટના વાદળો છવાયા
ભાજપના નેતા ડો. વિનય ચૌથાઇવાલેએ ચીનની સામે WIONનું સમર્થન કરવા માટે વૈશ્વિક સમુદાયને અપીલ કરી છે. તેઓ ટ્વિટ કરતા કહ્યું કે ભારતે 59 ચાઈનીઝ એપ્સને બ્લોક કર્યા બાદ ચીને WION વેબસાઇટને બ્લોક કરી છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube