PM મોદી અચાનક લેહ પહોંચ્યા, જવાનોને મળ્યા તો ચીનને લાગ્યા મરચા, તાબડતોબ આપ્યું નિવેદન

 પીએમ મોદી આજે લદાખ સરહદે ચાલી રહેલા તણાવ વચ્ચે જવાનોનો જુસ્સો વધારવા માટે અચાનક લેહ લદાખ પહોંચ્યાં. પીએમ મોદીના આ પ્રવાસથી ચીન ધૂંધવાયું અને તાબડતોબ નિવેદન પણ આપ્યું. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે કોઈ પણ પક્ષે એવું કોઈ કામ ન કરવું જોઈએ જેથી કરીને તણાવ વધે. 

PM મોદી અચાનક લેહ પહોંચ્યા, જવાનોને મળ્યા તો ચીનને લાગ્યા મરચા, તાબડતોબ આપ્યું નિવેદન

બેઈજિંગ: પીએમ મોદી આજે લદાખ સરહદે ચાલી રહેલા તણાવ વચ્ચે જવાનોનો જુસ્સો વધારવા માટે અચાનક લેહ લદાખ પહોંચ્યાં. પીએમ મોદીના આ પ્રવાસથી ચીન ધૂંધવાયું અને તાબડતોબ નિવેદન પણ આપ્યું. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે કોઈ પણ પક્ષે એવું કોઈ કામ ન કરવું જોઈએ જેથી કરીને તણાવ વધે. 

રોજેરોજ થનારી બ્રિફિંગમાં ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાને કહ્યું કે' 'ભારત અને ચીન સરહદ પર તણાવ ઓછો કરવા માટે સૈન્ય અને કૂટનીતિક માધ્યમોથી વાતચીત ચાલુ છે. આવા સમયે કોઈ પણ પક્ષે એવું કોઈ કામ ન કરવું જોઈએ જેથી કરીને તણાવ વધે.' 

— ANI (@ANI) July 3, 2020

ચીનના વિદેશ મંત્રાલયનું આ નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે પીએમ મોદી અચાનક જ લેહની મુલાકાતે પહોંચી ગયાં. પીએમ મોદી આજે સવારે લગભગ 11000 હજાર ફૂટની ઊંચાઈ પર સ્થિત નીમુ બેઝ પર પહોંચ્યા હતાં. તેમણે સેના અને આઈટીબીપીના જવાનો સાથે મુલાકાત કરી અને તેમનો જુસ્સો વધાર્યો. આ દરમિયાન પીએમ મોદી સાથે સીડીએસ બિપિન રાવત અને સેના પ્રમુખ પણ હાજર રહ્યાં હતાં. તણાવ વચ્ચે પીએમ મોદીએ પોતાના આ પ્રવાસથી ચીનને સ્પષ્ટપણે સંદેશ આપી દીધો કે ભારત વાસ્તવિક નિયંત્રણ રેખાની સુરક્ષા કરવા માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે. 

પીએમ મોદીએ પોતાના આ પ્રવાસ દ્વારા ચીનને એવો કડક સંદેશ આપ્યો છે કે ભારત ચીનની આ નાપાક હરકતનો જડબાતોડ જવાબ આપવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ અને તૈયાર છે. પીએમ મોદીએ એવો પણ સંદેશ આપ્યો છે કે ચીનની ઈંચ ઈંચ વધારવાની કુટિલ ચાલ સાઉથ ચાઈના સીમાં ચાલી શકે છે પરંતુ ભારત સામે નહીં. ભારત ચીનને પાછળ ધકેલવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. 

જુઓ LIVE TV

પીએમ મોદીએ ચીનને એ પણ દર્શાવી દીધુ કે ડ્રેગન જ્યાં પોતાના સૈનિકોની સંખ્યા સુદ્ધા છૂપાવી રહ્યું છે ત્યાં સંકટની આ ઘડીમાં સેનાની સાથે માત્ર તેઓ જ નહીં પરંતુ આખો દેશ પડખે છે. પીએમમોદીએ જવાનોને એ પણ સંદેશો આપ્યો કે ચીન સાથે સંઘર્ષ લાંબો ખેચાઈ શકે છે અને તેમણે આ લાંબી લડાઈ માટે તૈયાર રહેવું પડશે. પ્રધાનમંત્રીએ ચીનને એ પણ જતાવી દીધુ છે કે તેઓ ડ્રેગન સાથે વાતચીત કરવા તૈયાર છે પરંતુ કોઈ પણ આક્રમક કાર્યવાહીનો જડબાતોડ જવાબ મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news