બેઈજિંગ: ચીનના સૌથી અમીર અને શક્તિશાળી વ્યક્તિ જેક માએ કહ્યું છે કે ચીન અને અમેરિકા વચ્ચે જે રીતે ટ્રેડવોર ચાલી રહી છે તેની દીર્ઘકાલીન અસર જોવા મળશે. તેમણે કહ્યું કે જેટલું વિચારાશે તેટલી બરબાદી વધુ થશે. આ લડાઈ 20 વર્ષ સુધી ખેંચાઈ શકે છે. એટલે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો કાર્યકાળ ખતમ થયા બાદ પણ ચાલુ રહી શકે છે. કારણ કે બંને દેશો દુનિયાની બે સૌથી શક્તિશાળી આર્થિક શક્તિઓ છે. જેક માના મતે ચીને અમેરિકા સાથે ભીડવાની જગ્યાએ પોતાનો કારોબારી બેઝ વધારવો જોઈએ. તેણે દક્ષિણ પૂર્વ એશિયા અને આફ્રિકામાં કારોબાર ફેલાવવા માટે વિચારવું જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાતચીતથી વ્યાપાર યુદ્ધનો ઉકેલ આવી શકે છે: ચીન
હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ આ અગાઉ ચીનના વડાપ્રધાન લી ક્વિંગે અમેરિકા સાથે ચાલી રહેલા વ્યાપાર યુદ્ધ વચ્ચે મુક્ત વ્યાપાર માટે વૈશ્વિક સમર્થનની અપીલ કરતા કહ્યું કે એકપક્ષીવાદથી તે વ્યાપારિક વિવાદોનો કોઈ ઉકેલ આવશે નહીં, તેને વાતચીતથી ઉકેલી શકાય છે. લીએ વિશ્વ આર્થિક મંચના ઉનાળુ સત્રને તિયાન્જિનમાં સંબોધિત કરતા તે આશંકાઓને પણ ફગાવી જેમાં ચીન નિકાસને પ્રોત્સાહન આપવા માટે પોતાની મુદ્રાને નબળી કરી રહ્યું છે. 


મુદ્રા નબળી કરવાની ચીનની કોઈ યોજના નથી
તેમણે કહ્યું કે અમે બહુલવાદ અને મુક્ત વ્યાપારના આધારભૂત સિદ્ધાંતો પર ટકી રહીએ તે જરૂરી છે. લીએ હાલ ચાલી રહેલા વ્યાપાર યુદ્ધનો ઉલ્લેખ કર્યા વગર કહ્યું કે સમાધાન માટે વિચાર વિમર્શ દ્વારા પ્રયત્નો થાય તે જરૂરી છે. તેમણે કહ્યું કે એકપક્ષીયવાદથી જે જરૂરી છે તે ઉકેલ નહીં આવે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે પોતાના નિકાસકારોની મદદ માટે મુદ્રા નબળી કરવાની ચીનની કોઈ યોજના નથી. તેમણે કહ્યું કે ચીન વિનિમય દરના હરીફ મૂલ્ય ઘટાડામાં કોઈ પણ પ્રકારે સામેલ થશે નહીં. આ વર્ષ માર્ચ બાદ અત્યાર સુધી યુઆન ડોલરની સરખામણીમાં આઠ ટકા ઘટી ચૂક્યો છે. 


ચીન અને અમેરિકા ફરી ડ્યૂટી થોપી
લીએ ટ્રમ્પ દ્વારા ચીનની મુદ્રા સાથે છેડછાડ  કરવાના આરોપોની પરોક્ષ પ્રતિક્રિયા આપતા કહ્યું કે કેટલાક લોકોનું માનવું છે કે ચીને જાણી જોઈને પોતાની મુદ્રાનું અવમુલ્યન કર્યું છે. જે સાવ પાયાવિહોણું છે. એક તરફી અવમૂલ્યન ચીન માટે સારું કરવાની જગ્યાએ વધુ ખરાબ બનશે. ઉલ્લેખનીય છે કે વિશ્વની બંને ટોચની અર્થવ્યવસ્થાઓ વચ્ચે છેડાયેલું વ્યાપાર યુદ્ધ મંગળવારે નવી ટોચે પહોંચી ગયું છે. 


અમેરિકાએ ચીનની વધારાની 200 ડોલરની આયાત પર નવી ડ્યૂટી લગાવવાની જાહેરાત કરી અને ત્યારબાદ ચીને પણ અમેરિકાના 60 ડોલરની વધારાની આયાત પર ટેક્સ લગાવી દીધો. આ અગાઉ બંને દેશ એક બીજાના 50-50 અબજ ડોલરની આયાત પર ડ્યૂટી લગાવી ચૂક્યા છે.