લોકડાઉન હટતા જ ચીનાઓ આ એક એપ પર તૂટી પડ્યા, 300 ગણા ટ્રાફિકથી એપ ક્રેશ
કોરોના વાયરસની દહેશત વચ્ચે જ્યાં ચીનમાં છૂટાછેડાના કેસમાં વધારો જોવા મળ્યો હતો ત્યાં હવે લગ્ન ઈચ્છુકો વધી ગયા છે. જાણે કે આવા લોકોનું તો પૂર આવી ગયું છે. પૂર કહેવું એટલા માટે યોગ્ય રહેશે કારણ કે લગ્ન માટે ઓનલાઈન અરજી કરનારાઓની સંખ્યા એકદમ એટલી વધી ગઈ કે એપ જ ક્રેશ થઈ ગઈ. સ્થાનિક મેરેજ એપ Alipay નું કહેવું છે કે વુહાનમાં 76 દિવસ સુધી લોકડાઉન રહેતા સમયગાળો જેવો પૂરો થયો કે તેમના ટ્રાફિકમાં 300 ટકા વધારો થયો. જેના કારણે થોડા સમયે માટે તેમની એપ ક્રેશ થઈ ગઈ. જો કે ટેક્નિકલ ખામી હવે દૂર કરી લેવાઈ છે.
બેઈજિંગ: કોરોના વાયરસની દહેશત વચ્ચે જ્યાં ચીનમાં છૂટાછેડાના કેસમાં વધારો જોવા મળ્યો હતો ત્યાં હવે લગ્ન ઈચ્છુકો વધી ગયા છે. જાણે કે આવા લોકોનું તો પૂર આવી ગયું છે. પૂર કહેવું એટલા માટે યોગ્ય રહેશે કારણ કે લગ્ન માટે ઓનલાઈન અરજી કરનારાઓની સંખ્યા એકદમ એટલી વધી ગઈ કે એપ જ ક્રેશ થઈ ગઈ. સ્થાનિક મેરેજ એપ Alipay નું કહેવું છે કે વુહાનમાં 76 દિવસ સુધી લોકડાઉન રહેતા સમયગાળો જેવો પૂરો થયો કે તેમના ટ્રાફિકમાં 300 ટકા વધારો થયો. જેના કારણે થોડા સમયે માટે તેમની એપ ક્રેશ થઈ ગઈ. જો કે ટેક્નિકલ ખામી હવે દૂર કરી લેવાઈ છે.
કંપનીઓ એક નિવેદનમાં કહ્યું કે વુહાનમાં લગ્નના રજિસ્ટ્રેશન માટે ઓનલાઈન અરજી કરનારાઓની સંખ્યા અપેક્ષાઓ કરતા વધુ થઈ છે. ટ્રાફિકમાં એકદમ 300 ટકાનો ઉછાળો આવ્યો જેના કારણે થોડા સમય માટે એપ ફ્રિઝ થઈ ગઈ હતી. જો કે તે સંપૂર્ણ રીતે બંધ ન થયો બસ ધીમો પડ્યો. નોંધનીય છે કે કોરોનાના પ્રકોપના કારણે 1.1ની વસ્તીવાળા વુહાનને સંપૂર્ણ રીતે લોકડાઉન કરી દેવાયું હતું અને લગ્નની અરજીઓ ઉપર પણ રોક લગાવવામાં આવી હતી.
સરળ નથી સ્થિતિ
Alipay એ ટેક્નિકલ ખામી દૂર કરતા જ અરજી કરનારાઓની સંખ્યા ફરી વધી રહી છે. એવુ લાગે છે કે બુધવારે 76 દિવસનું લોકડાઉન જેવું પૂરું થયું કે સંબંધો એકદમ મજબુત થવા માંડ્યાં જો કે એ વાત અલગ છે કે વુહાનમાં લગ્નો હવે પહેલા જેટલા સરળ થઈ શકશે નહીં. કારણ કે લગ્ન કનારાઓએ રજિસ્ટ્રેશન વખતે એ સાબિત કરવું પડશે કે તેઓ કોરોના વાયરસ નેગેટિવ છે. જો તેઓ નિષ્ફળ ગયા તો તેમના લગ્નનું સપનું કયારેય સાકાર થઈ શકશે નહીં.,
જુઓ LIVE TV
આશા નહતી
લગ્ન માટે ઓનલાઈન અરજી સ્વીકારતી આ એપ બીજી પણ અનેક સુવિધાઓ આપે છે. જેમ કે તેના દ્વારા બાળકોના ટ્રેન્ડિંગ નામ શોધી શકાય છે. આ ઉપરાંત તેનો ઉપયોગ મોટા પાયે પેમેન્ટ પ્લેટફોર્મ તરીકે પણ થાય છે. જે રીતે છૂટાછેડાના કેસોમાં વધારો થઈ રહ્યો હતો તેને જોતા કોઈએ વિચાર્યું નહતું કે લગ્નને લઈને લોકો આટલો બધો રસ બતાવશે. Alipay ને પણ આવી બિલકુલ આશા નહતી.