હાઈ લા...એક કવિતા શેર કરી અને ચાઈનીઝ અબજપતિને થયું 18,365 કરોડ રૂપિયાનું નુકસાન
ચીનથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. ચાઈનીઝ અબજપતિ અને Meituan ના સીઈઓ વાંગ જિંગ દ્વારા સોશિયલ મીડિયા પર 1100 વર્ષ જૂની ચીની કવિતા શેર કરવાથી નેટવર્થમાં $ 2.5 બિલિયન (18,365 કરોડ રૂપિયાથી વધુ)નો ઘટાડો થયો છે.
બેઈજિંગ: ચીનથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. ચાઈનીઝ અબજપતિ અને Meituan ના સીઈઓ વાંગ જિંગ દ્વારા સોશિયલ મીડિયા પર 1100 વર્ષ જૂની ચીની કવિતા શેર કરવાથી નેટવર્થમાં $ 2.5 બિલિયન (18,365 કરોડ રૂપિયાથી વધુ)નો ઘટાડો થયો છે. ગત 6 મેના રોજ કંપનીના ચેરમેન અને સીઈઓએ એક કવિતા શેર કરી હતી. જેમાં ચીનના કિન રાજવંશની ટીકા કરાઈ હતી. આ રાજવંશે બુદ્ધિજીવી વર્ગના વિરોધને દબાવવા માટે પુસ્તક બાળી મૂક્યું હતું.
જિનપિંગની ટીકા
ચીની સોશિયલ મીડિયા પર અનેક લોકોએ આ કવિતાને રાષ્ટ્રપતિ શી જિનપિંગ દ્વારા સમર્થિત anti-monopoly અભિયાન વિરુદ્ધ ગણાવી. જેને સરકાર અને જિનપિંગની ટીકા ગણવામાં આવી.
PHOTOS: કોણ છે આ લેડી સિંઘમ? જેમનો સ્ટાઈલિશ અંદાજ જોઈને ભલભલા પાણી પાણી થઈ જાય છે
સોશિયલ મીડિયાથી હવે મૂળ પોસ્ટ તો હટી ગઈ છે પરંતુ જ્યાં સુધીમાં આ પોસ્ટ હટી ત્યાં સુધીમાં તો કંપનીને મોટું નુકસાન થઈ ચૂક્યું હતું. કંપનીએ હાલમાં જ 10 બિલિયન ડોલર ભેગા કર્યા હતા પરંતુ તેને 2 દિવસમાં જ માર્કેટ વેલ્યૂમાં $ 30 બિલિયનનું નુકસાન થઈ ગયું. તેની પાછળનું કારણ રોકાણકારોમાં ગભરાહટ છે. શંઘાઈ કંઝ્યૂમર કાઉન્સિલે જણાવ્યું કે તેણે ગ્રાહકોના અધિકારોનો ભંગ કરવાના આરોપ લગાવતા Meituan અને ઈ કોમર્સ ફર્મ Pinduoduo ને તલબ કર્યા છે. આ કારણોથી મંગળવારે મિતુઆનના શેર 5.3 ટકા તૂટીને 7 મહિનાના નીચલા સ્તરે જતા રહ્યા.
Corona Update: 24 કલાકમાં 4200થી વધુ લોકોના મોત, નવા કેસમાં પણ ઉછાળો, જાણો લેટેસ્ટ અપડેટ
ચીની મેનલેન્ડના રોકાણકારોએ કરાવ્યું નુકસાન
હોંગકોંગ સ્થિત ઈફ્યૂઝન કેપિટલના ચીફ ઈન્વેસ્ટમેન્ટ ઓફિસર ફ્રેડ વોંગ કહે છે કે 'મને લાગે છે કે મેનલેન્ડના રોકાણકારોએ કવિતા પર વધુ ધ્યાન આપ્યું છે. જ્યારે આંતરરાષ્ટ્રીય રોકાણકારો કંપનીના ડિલિવરી કરનારા કર્મચારીઓના ખર્ચા વધવાથી વધુ ચિંતિત છે.'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube