PHOTOS: કોણ છે આ લેડી સિંઘમ? જેમનો સ્ટાઈલિશ અંદાજ જોઈને ભલભલા પાણી પાણી થઈ જાય છે


ઈન્સ્ટાગ્રામ પર હાલ લોકો પોતાની લોકપ્રિયતા માટે અનેક પ્રકારના ધમપછાડા કરતા હોય છે પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે જેમને લોકપ્રિયતા માટે કોઈ ગતકડા કરવાની જરૂર પડતી નથી. ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થનારી અનેક પોસ્ટ અને વીડિયોમાં એક નામ જરૂર સામે આવે છે. 

કોણ છે આ લેડી સિંઘમ?

1/5
image

પોલીસની વર્દીમાં આ મહિલા ઓફિસરના હાવ ભાવ અને સ્ટાઈલ જોઈને તમે જરૂર પૂછશો કે આખરે કોણ છે આ લેડી સિંઘમ? મહારાષ્ટ્રના ઔરંગાબાદ શહેરમાં રહેતા અને લેડી સિંઘમ તરીકે ઓળખાતા આ મહિલા અધિકારી બીજુ કોઈ નહીં પરંતુ સબ ઈન્સ્પેક્ટર મનિતા ફાસાટે ભાગીલે છે. 

ઈન્સ્ટાગ્રામ પર હજારો ફોલોઅર્સ

2/5
image

પોતાની ડ્યૂટી પર હંમેશા તત્પર તૈનાત સબ ઈન્સ્પેક્ટર અનિતાના ઈન્સ્ટાગ્રામ પર હજારો ફોલોઅર્સ છે. ફોલોઅર્સ વધવાનું મુખ્ય કારણ તેની વર્દી કે પોલીસનો રૂઆબ નહીં પરંતુ તેમનું પોતાનાપણું અને પરિવાર પ્રત્યે પ્રેમ છે. 

સ્ટાઈલિશ અંદાજ છે એકદમ અનોખો

3/5
image

જ્યારે પણ તેઓ ડ્યૂટી પર તૈનાત હોય છે ત્યારે ખુબ કામ કરે છે. એવું અમે નથી કહેતા પરંતુ તેમની પોસ્ટ અને તેમની કેપ્શન જોઈને અંદાજો લગાવી શકાય છે. અનેકવાર તેમના સ્ટાઈલિશ અંદાજને જોઈને લોકો વિચારમાં પડી જાય છે, પરંતુ તેમનો આ નિરાળો અંદાજ લોકોને ખુબ પસંદ પડે છે. 

પુત્રી છે ખુબ વ્હાલી

4/5
image

અનિતા ફાસાટે-ભાગીલેના ઈન્સ્ટાગ્રામ પર લગભગ 52 હજાર જેટલા ફોલોઅર્સ છે. તેમની એક પુત્રી છે જેને તેઓ ખુબ પ્રેમ કરે છે. પુત્રી સાથેની તસવીરો પણ છાશવારે વાયરલ થતી હોય છે. 

પોસ્ટ ખુબ થાય છે વાયરલ

5/5
image

હાલમાં જ તેમનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં પોલીસની  ડ્યૂટી કરીને જ્યારે મહિલા સબ ઈન્સ્પેક્ટર અનિતા ઘરે પહોંચ્યા તો તેમની પાછળ પાછળ તેમની પુત્રી ભાગવા લાગે છે.