વોશિંગ્ટન: મુંબઇ બ્લેક આઉટ (Blackout) કાવતરા પર ચીન (China) ઘેરાઈ રહ્યું છે. અમેરિકા પણ સતત ચીનની હરકતો પર નજર રાખી રહ્યું છે. અમેરિકાના સાંસદે જો બાઈડેન (Joe Biden) તંત્ર સાથે ચીનની હરકતો સામે અવાજ ઉઠાવવા અને ભારત સાથે ઉભા રહેવાની માંગ કરી છે. અમેરિકા પહેલા પણ ચીનની દાદાગીરી સામે અવાજ ઉઠાવતું રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતની સાથે અમેરિકા
વરિષ્ઠ અમેરિકાના સાંસદ ફ્રેંક પેલોને જો બાઇડેન (Joe Biden) તંત્રથી કર્યું છે, ભારતની પાવર ગ્રિડ પર ચીનના સાયબર હુમલાના (Cyberattack) વિરોધમાં અમેરિકાને (America) ભારત સાથે ઉભા રહેવું જોઇએ. કોંગ્રેસી ફ્રેંક પેલોને એક ટ્વીટમાં લખ્યું, અમેરિકાને આ આપણા વ્યૂહાત્મક મિત્રની (ભારત) સાથે ઉભા રહેવું જોઇએ અને ભારતમાં પાવર ગ્રિડ પર ચીનના ખતરનાક સાયબર હુમલાની નિંદા કરવી જોઇએ.


આ પણ વાંચો:- મુંબઈ બ્લેક આઉટ પાછળ ચીનનું ષડયંત્ર, હજી પણ ભારતમાં બ્લેક આઉટનું રચી રહ્યું છે કાવતરૂ


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube