Mumbai Black Out પાછળ ચીનનું ષડયંત્ર, હજી પણ ભારમતાં બ્લેક આઉટનું રચી રહ્યું છે કાવતરૂ

મુંબઈ બ્લેક આઉટ (Mumbai Blackout) ની પાછળ ચીન (China) ના ષડયંત્રનો ખુલાસો થયો છે. અમેરિકન એજન્સીના હવાલાથી ન્યૂયોર્ક ટાઈમ્સમાં છપાયેલ ખબરમાં દાવો કરવામાં આવ્યો કે, ચીન ભારતમાં સાયબર એટેક (Cyber attack) કરવાના ફિરાકમાં છે

Mumbai Black Out પાછળ ચીનનું ષડયંત્ર, હજી પણ ભારમતાં બ્લેક આઉટનું રચી રહ્યું છે કાવતરૂ

ઝી મીડિયા/બ્યૂરો: મુંબઈ બ્લેક આઉટ (Mumbai Blackout) ની પાછળ ચીન (China) ના ષડયંત્રનો ખુલાસો થયો છે. અમેરિકન એજન્સીના હવાલાથી ન્યૂયોર્ક ટાઈમ્સમાં છપાયેલ ખબરમાં દાવો કરવામાં આવ્યો કે, ચીન ભારતમાં સાયબર એટેક (Cyber attack) કરવાના ફિરાકમાં છે. રિપોર્ટના અનુસાર, હજી પણ ભારમતાં બ્લેક આઉટનું ષડયંત્ર રચી રહ્યું છે. આ ખુલાસા બાદ ચીન ચારેતરફથી ઘેરાઈ ગયું છે. જોકે, ચીન આ મામલે હજી પણ પોતાની ભૂલ સ્વીકારવા તૈયાર નથી.

ચીનની સ્પષ્ટતા
બ્લેક આઉટ (Blackout) ના ષડયંત્ર પર ચીનના વિદેશ મંત્રાલયે પ્રતિક્રીયા આપી છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ આ રિપોર્ટને પાયાવિહોણો ગણાવ્યો છે. હંમેશા સાયબર એટેક (Cyberattack) ના આરોપમાં ઘેરાયેલા રહેતા ચીનના વિદેશ મંત્રાલયની તરફથી કહેવામાં આવ્યું છે કે, ચીન સાઈબર સુરક્ષાના પક્ષમાં દ્રઢતાથી ઉભું છું. કોઈ પણ પ્રકારના સાઈબર એટેકનો ચીન વિરોધ કરે છે. વગર પુરાવાના સાયબર હુમલાની અટકળોના આધાર પર કરાયેલા આરોપ કોઈ મહત્વના નથી. પૂરતા પુરાવા વગર આરોપ લગાવવા બિનજવાબદાર કહેવાય. 

ચીનના ઈરાદા શું છે
આ પહેલા ઈન્ટરનેટના ડેટા પર રિસર્ચ કરનારા મૈસાચુચેટ્સ સ્થિત કંપની, રિકોર્ડેડ ફ્યુચરે પોતાના હાલના રિપોર્ટમાં ભારતના પાવર સેક્ટરને ચીનના RedEcho ગ્રૂપ દ્વારા નિશાન બનાવવા પર ખુલાસો કર્યો છે. ન્યૂયોર્ક ટાઈમ્સે રવિવારે રેકોર્ડેડ ફ્યૂચરના રિપોર્ટના આધાર પર એક સમાચાર પ્રકાશિત કર્યા હાત. આ ખુલાસાથી સવાલ ઉઠે છે કે,  LAC પર તણાવની વચ્ચે મુંબઈ બ્લેક આઉટના માધ્યમથી ચીન, ભારતને શું મેસેજ આપવા માંગે છે. આખરે ચીનના ઈરાદા શું છે.

સાયબર સેલના તપાસમાં ખુલાસો
સવાલ એટલા માટે ગંભીર છે, કેમ કે મુંબઈ બ્લેક આઉટ ગત વર્ષ 12 ઓક્ટોબર, જૂન 2020 માં ગલવાન ઘાટી (Galwan Valley) માં ભારતીય અને ચીનના સૈનિકોની વચ્ચે ઝડપના કેટલાક મહિનાઓ બાદ થયું હતું. ચીનના ષડયંત્રના ખુલાસા બાદ મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું કે, અમે તો પહેલા જ કોઈ મોટા ષડયંત્રની શંકા વ્યક્ત કરી હીત. પ્રારંભિક તપાસના રિપોર્ટ અનુસાર, મોટાપાયા પર બ્લેક આઉટ સાઈબર એટેકનો પ્રયાસ હતો. દેશમુખે કહ્યું કે, મહારાષ્ટ્ર સાઈબર સેલે એક તપાસ રિપોર્ટ રજૂ કર્યો છે. જેમાં મુંબઈમાં ગ્રિડ ફેલ થવા પાછળ સાયબર એટેકના સબૂત મળ્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news