નવી દિલ્હીઃ કોરોના વાયરસને લઈને સૌથી પહેલા વિશ્વને ચેતવણી આપનાર ચીની ડોક્ટર લી વેનલિયાન્ગનું ગુરૂવારે નિધન થઈ ગયું છે. ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સ પ્રમાણે ડોક્ટર લી વેનલિયાન્ગનું મોત કોરોના વાયરસના સંક્રમણને કારણે થયું છે. જ્યારે ચીનના વુહાન શહેરમાં કોરોના વાયરસના સમાચાર છૂપાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો, ત્યારે ડોક્ટર લી વેનલિયાન્ગે હોસ્પિટલમાંથી એક વીડિઓ પોસ્ટ કરીને કોરોના વાયરસને લઈને લોકોને ચેતવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્યારબાદ ચીનના સ્થાનીક સ્વાસ્થ્ય વિભાગે 34 વર્ષીય ડોક્ટર લી વેનલિયાન્ગની પૂછપરછ કરી હતી. એટલું જ નહીં, વુહાન પોલીસે  ડોક્ટર લી વેનલિયાન્ગને નોટિસ પણ પાછવી હતી અને તેમને સોશિયલ મીડિયાના માધ્યમથી અફવા ફેલાવવાના આરોપી બનાવવામાં આવ્યા હતા. કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા બાદ  ડોક્ટર લી વેનલિયાન્ગએ 12 જાન્યુઆરીએ હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. તેઓ એક દર્દીના સંપર્કમાં આવ્યા બાદ કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા હતા. 


Coronavirus: વિશ્વને બચાવવા માટે ચીનના એક પ્રાંતે કુરબાની આપી દીધી, 6 કરોડ લોકો ખતરામાં  
 
ડોક્ટર લી વેનલિયાન્ગે પાછલા વર્ષે 30 ડિસેમ્બે એક ચેટ ગ્રુપમાં પોતાના સાથી ડોક્ટરોને સંદેશ મોકલ્યો હતો અને આ વાયરસના ખતરા વિશે જણાવ્યું હતું.  ડોક્ટર લી વેનલિયાન્ગે પોતાના સાથી ડોક્ટરોને ચેતવણી આપી હતી કે તે આ વાયરસથી બચવા માટે ખાસ પ્રકારના કપડા પહેરે. 


વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ ચીની ડોક્ટર લી વેનલિયાન્ગના મોત પર દુખ વ્યક્ત કર્યું છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના સત્તાવાર ટ્વીટર હેન્ડલથી કરવામાં આવેલા ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે અમે ડોક્ટર લી વેનલિયાન્ગના નિધનથી દુખી છીએ. આપણે બધાએ તેમના દ્વારા કરવામાં આવેલા કાર્યનો જશ્ન મનાવવાની જરૂર છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube