Countries Where Men are Less: મહિલાઓના નથી થઈ શકતા લગ્ન, શોધવા છતાં આ દેશોમાં નથી મળતા પુરૂષો
Countries Where Male are Less then Women: જો દુનિયાની વાત કરીએ તો પુરુષોની વસ્તી સ્ત્રીઓ કરતા વધુ છે. દુનિયામાં ઘણા એવા દેશ છે જ્યાં મહિલાઓ પુરૂષો કરતા ઘણી ઓછી છે. એક સમય એવો હતો જ્યારે ભારતમાં પણ લિંગ ગુણોત્તરમાં ઘણી અસમાનતા હતી. હરિયાણામાં છોકરાઓ કરતાં છોકરીઓ ઘણી ઓછી હતી. પરંતુ હવે સ્થિતિ થોડી સારી બની છે. જ્યારે કતાર, સંયુક્ત આરબ અમીરાત, કતાર અને ઓમાન જેવા દેશોમાં પુરુષોની વસ્તી મહિલાઓ કરતા વધુ છે.
પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે કેટલાક દેશ એવા છે જ્યાં મહિલાઓની સંખ્યા પુરુષો કરતા વધુ છે. અહીં પુરૂષોની સંખ્યા ઓછી હોવાને કારણે કેટલીકવાર મહિલાઓને લગ્ન કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ચાલો તમને તે દેશો વિશે જણાવીએ.
જો કે, આર્મેનિયામાં પુરૂષોની ઘટ મુખ્યત્વે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન અને તે પછી થયેલી આર્મેનિયન નરસંહારની અસરને કારણે છે. તુર્કી-ઓટ્ટોમન શાસન દરમિયાન, 1.5 મિલિયન આર્મેનિયનોને સામૂહિક ફાંસી આપવામાં આવી હતી અથવા સીરિયાના રણમાં મોતને જૂલુસો પર લઈ જવામાં આવ્યા હતા.
આર્મેનિયા
આર્મેનિયામાં વિશ્વમાં સૌથી વધુ મહિલાઓ 55 ટકા છે. પરંતુ જન્મદર છતાં યુવકોના હકમાં છે. અહીં દર વર્ષે 100 યુવતીઓના મુકાબલે 110 છોકરા જન્મે છે. અહીં પુરૂષ ઓછા હોવાના ઘણા કારણો છે. 20મી સદીમાં આર્મેનિયાએ ઘણું સહન કરવું પડ્યું. સોવિયત શાસન અને પોતાના પાડોસીઓ સાથે યુદ્ધોએ દેશને કોઈ ફાયદો પહોંચાડ્યો નહીં.
યુક્રેન
રશિયા સાથે જંગ લડી રહેલા યુક્રેનમાં 54.40 ટકા મહિલાઓ છે. પરંતુ જંગને કારણે અહીં ઘણા પુરૂષોના જીવ ગયા છે. જેથી બંને વચ્ચે અંતર વધવાનું નક્કી છે. બીજા વિશ્વ યુદ્ધને કારણે યુક્રેનના પુરૂષોની વસ્તીમાં ઘણો ઘટાડો થયો અને અત્યાર સુધી તે 1941ના લેવલ સુધી પહોંચી શક્યું નથી.
બેલારુસ
બેલારુસમાં પણ મહિલાઓની વસ્તી 53.99 ટકા છે. પૂર્વ યુરોપના આ દેશનો ઈતિહાસ અંધકારમય રહ્યો છે. બીજા વિશ્વયુદ્ધમાં આ દેશ સંપૂર્ણપણે નાશ પામ્યો હતો. લડાઈ દરમિયાન બેલારુસની સમગ્ર વસ્તીના એક ચતૃથાંશથી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. સંઘર્ષમાં માથાદીઠ જાનહાનિની સંખ્યા સૌથી વધુ હતી. બેલારુસ એ યુરોપના સૌથી ગરીબ દેશોમાંનો એક છે. અહીં જીવનધોરણ નીચું છે અને આર્થિક સંભાવનાઓ ઓછી છે. આ કારણોસર અહીંના યુવાનોને યુરોપના બાકીના દેશોમાં ભાગી જવાની ફરજ પડી છે.
લૈટવિયા
અહીં મહિલાઓની વસ્તી 53.57 ટકા છે. બાલ્ટિક સાગરના કિનારે વસેલો આ નાનો દેશ છે. અહીં પુરૂષોમાં સ્મોકિંગ અને વધુ દારૂ પીવાની આદત છે. જેથી પુરૂષોમાં ઘણા પ્રકારના કેન્સર અને હાર્ટની બીમારી ખુબ સામાન્ય છે. લૈટવિયા પુરૂષોની સરેરાશ ઉંમર 68 વર્ષ છે, જ્યારે મહિલાઓની 78 વર્ષ છે. પુરૂષોમાં આત્મહત્યાનો દર પણ વધુ છે.
રશિયા
ભારતના ખાસ મિત્ર રશિયામાં 53.55 ટકા મહિલાઓ છે. બીજા વિશ્વ યુદ્ધનો ઘા હજુ પણ રશિયા પર છે. કોઈપણ દેશની તુલનામાં બીજા વિશ્વ યુદ્ધમાં સોવિયત સંઘને સૌથી વધુ નુકસાન થયું હતું. અહીં 27 મિલિયન લોકોના મોત થયા હતા. પરંતુ અહીંની વસ્તી એટલા માટે ઓછી છે કારણ કે પુરૂષોમાં દારૂ પીવાની આદત વધુ છે. રશિયાની પુરૂષ વસ્તીએ સ્મોકિંગ અને દારૂને કારણે ઘણા ગંભીર પરિણામ ભોગવવા પડ્યા છે.
લિથુઆનિયા
અહીં મહિલાઓની વસ્તી આશરે 53.02 ટકા છે, લેટવિયાની જેમ અહીંના પુરૂષોની પણ તે સમસ્યા છે. સ્મોકિંગ અને દારૂની આદતે પુરૂષોનું જીવન તબાહ કરી દીધું છે. અહીંના પુરૂષ સારી લાઇફસ્ટાઇલની શોધમાં જર્મની કે ઈંગ્લેન્ડ જતાં રહે છે.
જોર્જિયા
આ એક નાનો દેશ છે, જેની વસ્તી 3.7 મિલિયન છે. અહીં મહિલાઓની વસ્તી52.98 ટકા અને પુરૂષોની 47.02 ટકા છે. પરંતુ અહીંની અર્થવ્યવસ્થાની સ્થિતિ ખરાબ છે, તેથી પુરૂષો બીજા દેશોમાં જતાં રહે છે. તેનાથી મહિલાઓ અને પુરૂષોની વસ્તી વચ્ચે અંતર ઝડપથી વધી રહ્યું છે.
Trending Photos