Pakistan ની માછલીઓ પર પણ ચીનનો કબજો, ઇમરાન સરકાર વિરુદ્ધ લોકોનું પ્રદર્શન
માછલી પકડનારા ચીની જહાજોએ (Chinese fishing vessels) પાકિસ્તાની માછીમારોનો રોજગાર છીનવી લીધો છે. પાકિસ્તાનના ગ્વાદરમાં મોટી સંખ્યામાં માછીમારોએ ઇમરાન સરકાર વિરુદ્ધ પ્રદર્શન કર્યું છે.
નવી દિલ્હીઃ ગ્વાદરમાં ચીનના મોટા જહાજો (Chinese fishing vessels) ને માછકી પકડવાની મંજૂરી મળવાથી સ્થાનીક પાકિસ્તાની માછીમારો (Pakistani fishermen) ની સામે આજીવિકાનું સંકટ આવી ગયું છે. ચીનને કારણે માછલી પકડનારા પાકિસ્તાનીઓનો રોજગાર છીનવાઇ જવાને કારણે લોકોમાં આક્રોશ છે. ગ્વાદર ક્ષેત્ર અને અન્ય સ્થાનો પર લોકો તરફથી ભારે વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે.
સરકારના નિર્ણય વિરુદ્ધ પ્રદર્શન
પાકિસ્તાનના ગ્વાદરમાં મોટી સંખ્યામાં માછીમારોએ હાલમાં ઘણીવાર પ્રદેશ સરકાર વિરુદ્ધ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. તેમણે આ ક્ષેત્રમાં માછલી પકડવાનો અધિકાર આપવા વિરુદ્ધ પ્રદર્શન કર્યું. વિરોધ પ્રદર્શનમાં માછીમારો સિવાય રાજકીટ એક્ટિવિસ્ટ અને નાગરિક સમાજના સભ્યોએ ભાગ લીધો હતો. ત્યારબાદ નેશનલ પાર્ટી અને બલૂચ છાત્ર સંગઠને સરકારના આ પગલા વિરુદ્ધ ગ્વાદર પ્રેસ ક્લબની સામે વિરોધ રેલી અને ધરણા આપવાનું આહ્વાન કર્યું છે.
આ પણ વાંચોઃ જો તમારા કારણે ત્રીજુ વિશ્વયુદ્ધ થયું તો... પુતિને અમેરિકા અને બ્રિટનને આપી ચેતવણી
ચીન પાસે લોન લઈ ફસાયુ પાકિસ્તાન
આ પછાત ક્ષેત્રનું ભાગ્ય થોડા સમય પહેલા આશાજનક દેખાઈ રહ્યું હતું. જેમ ચીને પોતાના મુખ્ય પ્રોજેક્ટ ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર (CPEC) ના માધ્યમથી પાકિસ્તાનને વિકાસના એક નવા યુગનું વચન આપ્યું હતું. પરંતુ જેમ-જેમ સમય આગળ વધ્યો છે, તે સ્પષ્ટ થઈ ગયું કે ચીન પાસેથી મળનાર લોને ઇસ્લામાબાદની સમસ્યા વધારી દીધી છે અને પાકિસ્તાન જલદી બેઇજિંગ માટે એક ભાગીદાર રાષ્ટ્ર બનવા તરફ અગ્રેસર છે. ગુપ્ત એજન્સીના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું- ભદ્ર શાસન સંસ્થા- પાકિસ્તાની સેના અને સરકાર બન્ને- પોતાના ચીની આકાઓના એટલા ઋણી છે કે તે પોતાના આઝાદીના અધિકારોની રક્ષા માટે પણ તૈયાર નથી.
ગ્વાદરના લોકો પાસેથી જમીન છીનવાઇ રહી છે
ગ્વાદરની સ્થાનીક વસ્તી સૌથી ખરાબ પીડિતોમાંથી એક રહી છે. અહીં ચાઇનીઝ માસ્ટર અને તેમના પાકિસ્તાની કઠપૂતળી - બંને જમીન પર અને સમુદ્રમાં ભારે લૂંટ ચલાવી રહ્યા છે. ગ્વાદર- સીપીઈસીના કેન્દ્ર તબક્કાના રૂપમાં અને જેને એક સમયે આગામી દુબઈના રૂપમાં ઓળખવામાં આવી રહ્યું હતું, બલૂચિસ્તાનના આર્થિક ઉત્થાનની શરૂઆત કરનારૂ હતું. પરંતુ પાકિસ્તાનની પ્રદેશ સરકાર દ્વારા સ્થાનીક લોકોનું વિચાર્યા વગર જમીનના મોટા ભાગનું અધિગ્રહણ કરી લેવામાં આવ્યું. આ જમીનોનો એક મોટો ભાગ વ્યક્તિગત ઉદ્દેશ્યો માટે ગેરકાયદેસર રૂપે સ્થાણાંતરિત કરી દેવામાં આવ્યો છે. જેમાં રક્ષા આવાસ ઓથોરિટી- સૌથી વધુ જમીન પડાવવામાં સામેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube