બેઈજિંગ/નવી દિલ્હી: ચીની સરકારના મુખપત્ર ગ્લોબલ ટાઈમ્સ(Global Times)એ ફરી એકવાર ભારતને પોકળ ધમકી આપી અને કહ્યું કે ભારત તાઈવાનથી અંતર જાળવે. આ બધા વચ્ચે તેણે પોતાના ટ્વિટર હેન્ડલ પર સૈન્ય અભ્યાસ અને હથિયારોનું પ્રદર્શન પણ કર્યું. આ બધુ તે ભારત-ચીન વચ્ચે પ્રસ્તાવિત આઠમા તબક્કાની સૈન્ય વાર્તા પહેલા એટલા માટે કરી રહ્યું છે કારણ કે ભારત તેની સાથે નરમાશથી વર્તાવ કરે. જો કે ભારતના ગૃહમંત્રી અમિત શાહે (Home Minister Amit Shah)ચોખ્ખા શબ્દોમાં સંભળાવી દીધુ છે કે તેનાથી અમને કોઈ ફકત પડતો નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતમાં તાઇવાનના સમર્થનને લઇને ચીન સ્તબ્ધ, સિક્કિમને લઇને આપી ધમકી


પોકળ ધમકીઓથી કામ ચલાવી રહ્યું છે ચીન!
લદાખ(Ladakh) માં ચીન ભારતના પરાક્રમનો પરચો મેળવી ચૂક્યું છે. ચીનને સારી પેઠે ખબર છે કે નવા ભારત સાથે યુદ્ધ કરવું તેને ભારે પડી શકે છે. આથી આજકાલ ચીન માત્ર પોકળ ધમકીઓથી કામ ચલાવી રહ્યું છે અને તેની કમાન સંભાળી છે ચીની સરકારના મુખપત્ર ગ્લોબલ ટાઈમ્સે. ચીની વિશેષજ્ઞના નિવેદનના બહાને ગ્લોબલ ટાઈમ્સે ફરીથી એકવાર ભારતને ધમકાવવાની કોશિશ કરી છે. ગ્લોબલ ટાઈમ્સના રિપોર્ટમાં કહેવાયું છે કે ભારત જો ચીન સાથે સરહદ વાર્તા પર તાઈવાનનો સવાલ ઉઠાવશે તો ચીન કાર્યવાહી કરશે. 


ભારતે ચીનને તેની જ ભાષામાં આપ્યો જબરદસ્ત જવાબ


તાઈવાનથી અંતર જાળવવાની વાત
ગ્લોબલ ટાઈમ્સના જણાવ્યાં મુજબ ચીની વિશેષજ્ઞએ તાઈવાન અને ભારતના નીકટના સંપર્ક બાદ હિન્દ મહાસાગર(Indian Ocean)માં પરિવહન જોખમોની ચેતવણી આપી દીધી છે. આ અગાઉ ગ્લોબલ ટાઈમ્સે ચીનના યુદ્ધાભ્યાસ અને હથિયારનો વીડિયો શેર કરીને પણ ભારતને સંદેશ આપવાની કોશિશ કરી. 


Xi Jinping કોરોનાની ઝપેટમાં? મંચ પર એવું કઈંક થયું કે હાજર તમામ લોકો ભયંકર દહેશતમાં


ભારતનો પલટવાર
ચીનની આવી ધમકીઓની ભારત પર કોઈ અસર પડવાની નથી. ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટ કરી દીધુ છે કે કોઈ પણ દેશ ભારતની એક ઈંચ જમીન પણ પચાવી શકશે નહીં. તેમણે કહ્યું કે ચીન સાથે વિવાદ ખતમ કરવા માટે દરેક સૈન્ય અને કૂટનીતિક પ્રયત્નો ચાલુ છે. ગૃહમંત્રીનું આ નિવેદન ભારત અને ચીન વચ્ચેની આઠમા તબક્કાની બેઠક પહેલા આવ્યું છે. 


આગામી સપ્તાહે કોર કમાન્ડર સ્તરની વાતચીત
ભારત અને ચીન વચ્ચે કોર કમાન્ડર સ્તરની આઠમા તબક્કાની વાતચીત આગામી સપ્તાહે થઈ શકે છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube