China: ચોરી પકડાઈ, CGTN એ આપણા `તેજસ`ને બતાવ્યું પોતાનું, પોલ ખુલી તો ફટાફટ ડિલીટ કર્યો Video
ચીન (China) ને શક્તિશાળી દર્શાવવાના ચક્કરમાં સરકારી ટીવી ચેનલ સીજીટીએન(CGTN) એ ચોરીનો સહારો લીધો.
બેઈજિંગ: ચીન (China) ને શક્તિશાળી દર્શાવવાના ચક્કરમાં સરકારી ટીવી ચેનલ સીજીટીએન(CGTN) એ ચોરીનો સહારો લીધો. જો કે સોશિયલ મીડિયા પર જ્યારે ચોરી પકડાઈ ગઈ તો હવે ચેનલની ખુબ ટીકા થઈ રહી છે. વાત જાણે એમ છે કે CGTN એ ભારતના સ્વદેશી ફાઈટર વિમાન તેજસના વીડિયોને ચોરી કરીને તેને ચીની એરફોર્સના ફાઈટર જેટ J-10 ની તાકાત તરીકે દેખાડ્યું. પરંતુ ગણતરીની પળોમાં તેની પોલ ખુલી ગઈ અને ત્યારબાદ ચેનલે પોતાનો વીડિયો ટ્વિટર પરથી ડિલિટ કરી નાખ્યો.
બસ આ ભૂલ કરી નાખી
સોશિયલ મીડિયા પર ચીનની આ ચોરી ખુબ વાયરલ થઈ રહી છે. ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી (CPC) ના 100 વર્ષ પૂરા થવાના અવસરે CGTN દ્વારા એક વીડિયો બનાવવામાં આવ્યો હતો. જેમાં તેણે ફાઈટર વિમાનને બોમ્બ વરસાવતા દેખાડ્યા. બસ અહીં જ તેની ચોરી પકડાઈ ગઈ. વીડિયો ફૂટેજમાં જે ઘાતક બોમ્બને પાડતા દેખાડવામાં આવ્યા છે તે ફૂટેજ ભારતના તેજસ ફાઈટર જેટના છે.
European Union ના આ દેશોએ Covishield રસીને આપી મંજૂરી, હવે કરી શકશો યુરોપ પ્રવાસ
જિનપિંગનું ભડકાઉ ભાષણ
આ બાજુ કમ્યુનિસ્ટ પાર્ટીના 100માં સ્થાપના દિવસના અવસરે રાષ્ટ્રપતિ શી જિનપિંગે દુનિયાને ચેતવણી આપતા કહ્યું કે ચીનને પરેશાન કરવાનો સમય હવે પૂરો થઈ ગયો છે. અમે કોઈ પણ વિદેશી તાકાતને મંજૂરી નહીં આપીએ કે તે અમને આંખ દેખાડે. અમને દબાવે કે પછી અમારા પર અધિકાર જમાવે. અમને આંખ દેખાડનારા લોકોને તેમની જ ભાષામાં જવાબ આપવામાં આવશે. કહેવાય છે કે જિનપિંગના આ ભડકાઉ ભાષણથી પશ્ચિમી દેશોની સાથે તેનો તણાવ વધી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube