European Union ના આ દેશોએ Covishield રસીને આપી મંજૂરી, હવે કરી શકશો યુરોપ પ્રવાસ

કોવિશીલ્ડ અને કોવેક્સીનને મંજૂરી ન આપનારા યુરોપીયન દેશો પર ભારતનું દબાણ કામ કરી ગયું છે. મળતી માહિતી મુજબ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની રસી કોવિશીલ્ડ લેનારા લોકો હવે યુરોપીયન દેશોની મુસાફરીએ જઈ શકશે.

 European Union ના આ દેશોએ Covishield રસીને આપી મંજૂરી, હવે  કરી શકશો યુરોપ પ્રવાસ

નવી દિલ્હી: કોવિશીલ્ડ અને કોવેક્સીનને મંજૂરી ન આપનારા યુરોપીયન દેશો પર ભારતનું દબાણ કામ કરી ગયું છે. મળતી માહિતી મુજબ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની રસી કોવિશીલ્ડ લેનારા લોકો હવે યુરોપીયન દેશોની મુસાફરીએ જઈ શકશે. યુરોપીયન સંઘના સાત દેશો અને સ્વિટ્ઝરલેન્ડે ભારતની કોરોના રસી કોવિશીલ્ડને મંજૂરી આપી દીધી છે. 

આ દેશોમાં મળી મંજૂરી
કોવિશીલ્ડને સ્વિટ્ઝરલેન્ડ ઉપરાંત ઓસ્ટ્રિયા, જર્મની, સ્લોવેકિયા, ગ્રીસ, આઈસલેન્ડ આયરલેન્ડ, અને સ્પેનમાં પણ મંજૂરી મળી ચૂકી છે. અત્રે જણાવવાનું કે કોવિશીલ્ડ રસી ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાએ વિક્સિત કરી છે. જેને ભારતમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા કોવિશીલ્ડ નામથી બનાવી રહી છે.  

ભારતે કર્યું હતું દબાણ!
આ અગાઉ એવા સમાચાર હતા કે ભારતે યુરોપીયન દેશોને સ્પષ્ટ કરી દીધુ છે કે જ્યાં સુધી કોવિશીલ્ડ અને કોવેક્સીન રસી લેનારા બાદ મળેલા સર્ટિફિકેટને સ્વીકારવામાં નહીં આવે, ત્યાં સુધી ભારત પણ ઈયુના ડિજિટલ કોવિડ સર્ટિફિકેટને માનશે નહીં. ભારતે ઈયુના 27 સભ્ય દેશોને કહ્યું હતું કે કોવિશીલ્ડ તથા કોવેક્સીન રસી લગાવી ચૂકેલા ભારતીયોના યુરોપના પ્રવાસની મંજૂરી આપવા પર તેઓ અલગ અલગ વિચાર કરે. 

— ANI (@ANI) July 1, 2021

યુરોપીયન સંઘની ડિજિટલ કોવિડ પ્રમાણપત્ર રૂપરેખા ગુરુવારથી અમલમાં આવી જશે. જે હેઠળ કોવિડ-19 મહામારી દરમિયાન સ્વતંત્ર રીતે અવરજવરની મંજૂરી રહેશે. આ રૂપરેખા હેઠળ એ લોકોને ઈયુની અંદર મુસાફરી કરવામાં છૂટ મળશે જેમણે યુરોપીયન ચિકિત્સા એજન્સી (ઈએમએ) દ્વારા અધિકૃત રસી મૂકાવી હશે. અલગ અલગ સભ્ય રાષ્ટ્રોને તે રસીને સ્વીકારવાની સ્વતંત્રતા છે જેમને રાષ્ટ્રીય સ્તર પર કે વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા અધિકૃત કરાઈ છે. 

વિદેશમંત્રી એક જયશંકરે મંગળવારે યુરોપીયન સંઘના ઉચ્ચ પ્રતિનિધિ, જોસેફ બોરેલ ફોર્ટેલેસની સાથે બેઠક દરમિયાન કોવિશીલ્ડને ઈયુના ડિજિટલ કોવિડ પ્રમાણપત્ર યોજનામાં સામેલ કરવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. ઈટાલીમાં જી20 ની શિખરવાર્તાથી અલગ આ બેઠક થઈ હતી. 

દેશભરમાં અપાયા રસીના 33.57 ડોઝ
અત્રે જણાવવાનું કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશભરમાં અત્યાર સુધીમાં કોરોના રસીના કુલ 33,57,16,019 ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી 27,60,99880 લોકોને રસીના પહેલા ડોઝ અપાયા છે. જ્યારે 5,96,16,139 લોકોને રસીનો બીજો ડોઝ મળી ચૂક્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news