બેઇજિંગઃ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પોતાના સૈનિકોને યુદ્ધની તૈયારી કરવાનું કહ્યુ છે. સીએનએનના રિપોર્ટ પ્રમાણે જિનપિંગે એક મિલિટ્રી બેઝના પ્રવાસ પર સૈનિકોને કહ્યુ- 'તમારૂ સંપૂર્ણ મગજ અને ઉર્જા યુદ્ધની તૈયારી પર કેન્દ્રીત કરો.'


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચીનની Xinhua ન્યૂઝ એજન્સી પ્રમાણે, જિનપિંગ મંગળવારે ચીનના ગુઆંગડોંગના એક મિલિટ્રી બેઝના પ્રવાસ પર હતા જ્યારે તેમણે સૈનિકોને યુદ્ધની તૈયારી પર ધ્યાન આપવા કહ્યું. જિનપિંગે પોતાના સૈનિકોને હાઈ એલર્ટની સ્થિતિમાં રહેવાનું પણ કહ્યું છે. 


જિનપિંગ પીપલ્સ લિબરેશન આર્મી મરીન કોર્પ્સનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. ચીનના રાષ્ટ્રપતિએ સૈનિકોને વફાદાર, શુદ્ધ અને વિશ્વાસપાત્ર રહેવાની અપીલ પણ કરી હતી. 


કોરોના સંક્રમણની વધુ એક ખતરનાક અસર, સંશોધનમાં સામે આવી આ વાત  


ચીનના રાજ્ય ગુઆંગડોંગમાં શી જિનપિંગના પહોંચવાના મુખ્ય ઈરાદો શએનઝેન સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની 40મી વર્ષગાંઠના પ્રસંગે તેમના ભાષણનો કાર્યક્રમ હતો. મહત્વનું છે કે ભારત, અમેરિકા અને તાઇવાનની સાથે આ સમયે ચીનના સંબંધ ખૂબ તણાવપૂર્ણ છે. 


સોમવારે જ અમેરિકાએ જાહેરાત કરી હતી કે તે તાઇવાનને ત્રણ એડવાનસ્વ વેપન સિસ્ટમ ઉપલબ્ધ કરાવવા જઈ રહ્યું છે. આ નિર્ણયથી ચીન ભડકી ગયું હતું કારણ કે તે તાઇવાનને પોતાનો ભાગ માને છે. ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, અમેરિકાએ તાઇવાનને કોઈપણ પ્રકારના હથિયાર વેચવાનો સોદો તત્કાલ રદ્દ કરી દેવો જોઈએ. 
 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube