Corona: ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે PM મોદીને મોકલ્યો સંદેશ, કોરોના વિરુદ્ધ લડાઈમાં મદદનો આપ્યો પ્રસ્તાવ
ભારતમાં કોરોનાથી મચેલા હાહાકાર વચ્ચે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પીએમ મોદીને સંદેશો મોકલ્યો છે. તેમણે આ મહામારીની લડાઈમાં મદદનો પ્રસ્તાવ આપ્યો છે.
નવી દિલ્હીઃ કોરોનાના કહેર વચ્ચે (Corona crisis in india) ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi jinping) એ પીએમ મોદીને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે કોરોના વાયરસ વિરુદ્ધ લડાઈમાં મદદનો પ્રસ્તાવ આપ્યો ઝછે. આ સંબંધમાં ભારતમાં ચીનના રાજદૂત સુન વેઈદોંગે ટ્વીટ કરી જાણકારી આપી છે.
આ પહેલા ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ ગુરૂવારે કહ્યુ હતુ કે કોવિડ-19 વિરુદ્ધ જંગમાં તેમનો દેશ ભારતની દરેક સંભવ મદદ કરશે અને કહ્યુ કે, ચીનમાં બનેલી મહામારી વિરોધી રામગ્રી વધુ ઝડપથી ભારત પહોંચાડવામાં આવી રહી છે.
School માં લગાવાયા Condom ના મશીન, દરેક શાળાઓમાં એના માટે સરકાર આપી રહી છે પૈસા!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube