ઝી બ્યૂરો, અમદાવાદઃ વિશ્વમાં મોટા પ્રમાણમાં લોકો એવા છે જેમનો દિવસ કોફીથી શરૂ થાય છે અને કોફીથી પૂર્ણ થાય છે. સવારે હોટ કેપ્યુચીનો તો રાત્રે કોલ્ડ કોફી. કોફીના રસિયો હંમેશા અલગ અલગ પ્રકારની કોફીનો અખતરો કરતા રહેતા હોય છે. તેવામાં કોફી રસિયાઓ માટે એક ખુશ ખબર છે. વિશ્વપ્રખ્યાત સિવેટ કોફીનું ઉત્પાદન ભરતમાં પણ હવે શરૂ થઈ ગયું છે. આ કોફીની ખાસીયત એ છે કે આ કોફી સિવેટ બિલાડીના મળમાંથી બને છે. સાંભળવામાં થોડું વિચિત્ર લાગશે અને ચિત્રી પણ ચઢશે પરંતુ આ હકિકત છે. સિવેટ બિલાડીના મળમાંથી બને છે સિવેટ કોફી.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિશ્વભરમાં વિખ્યાત છે સિવેટ કોફી:
વિશ્વ વિખ્યાત સિવેટ કોફીનું ઉત્પાદન હવે ભારતના કર્ણાટકમાં શરૂ થઈ ગયું છે. સિવેટ બિલાડીના મળમાંથી બને છે સિવેટ કોફી જેને અમીરોની કોફી કહેવામાં આવે છે. આ કોફીની કિંમત લગભગ 20થી 25 હજાર રૂપિયા છે.

20-25 હજાર રૂપિયા કિલો મળે છે કોફી:
વિશ્વ પ્રખ્યાત સિવેટ કોફીની કિંમત લગભગ 20થી 25 હજાર રૂપિયા કિલો છે. આ કોફી એ બિન્સથી બને છે તે સિવેટ કેટ ખોરાકમાં પચાવી નથી શક્તી. એવા બિન્સને ઉપાડી લેવામાં આવે છે અને ત્યાર પછી તેને પ્રોસેસ કરીને કોફી પાવડર બનાવવામાં આવે છે. સિવેટ કોફીને લુવર્ક કોફી પણ કહેવામાં આવે છે.

અમીરોની પસંદ છે આ કોફી:
કહેવાય છે કે આ કોફીમાં મોટા પ્રમાણમાં પોષક તત્વો મળે છે. આ બિન્સને મેળવવા માટે ઘણો ખર્ચો થાય છે. સિવેટ કોફીને ખાડી દેશો, અમેરિકા અને યુરોપના અમીર લોકો પીવે છે.

કર્ણાટકમાં ઉત્પાદન શરૂ:
ભારતના સૌથી મોટા કોફી ઉત્પાદક રાજ્ય કર્ણાટકના કુર્ગ કોન્સોલિડેટ કોમોડિટીઝે નાના પ્રમાણમાં સિવેટનું ઉત્પાદન શરૂ કર્યું છે. સીસીસીના સંપાદકનું કહેવું છે કે શરૂઆતમાં સિવેટ કોફીનું ઉત્પાદન નાના પ્રમાણમાં કરીએ છીએ. 2015-16માં આ કોફીનું ઉત્પાદન 60 કિલોગ્રામ થયું. 2016-17માં તેનું ઉત્પાદન 200 કિલોગ્રામ થયું.