ઈસ્લામાબાદ: ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન(Abhinandan Varthaman)ને પાકિસ્તાને (Pakistan) માત્ર એટલા માટે છોડી નહતા મૂક્યા કારણ કે તેઓ ભારત સાથે સંબંધ બગાડવા નહતા માંગતા. પરંતુ તેમને ડર હતો કે ભારત તેમના પર એટેક કરી દેશે. અભિનંદનની ઘર વાપસીના લાંબા સમય બાદ પાકિસ્તાની સાંસદ અયાઝ સાદિકે(ayaz sadiq) ઈમરાન ખાન સરકારના ડરનો ખુલાસો કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છોડી દેવો જોઈએ
અયાઝે દાવો કર્યો કે અભિનંદનના છૂટકારાને લઈને પ્રધાનમંત્રી ઈમરાન ખાન(Imran Khan)  અને વિદેશમંત્રી શાહ મહેમૂદ કુરેશી(Shah Mahmood Qureshi) દહેશતમાં હતા. કુરેશીએ તો એટલે સુધી કહ્યું હતુ કે ભારત પાકિસ્તાન પર એટેક કરવાનું છે અને આથી અભિનંદનને છોડી મૂકવો જરૂરી છે. 


ઈમરાન ખાન નહતા આવ્યા બેઠકમાં
અયાઝે સંસદમાં પોતાના ભાષણમાં સરકારને નિશાન બનાવતા કહ્યું કે કુલભૂષણ માટે આપણે વટહુકમ લઈ આવ્યા નથી. કુલભૂષણને જેટલી આ હુકૂમતે એક્સેસ આપી એટલી અમે આપી નહતી. તેમણે કહ્યું કે 'અભિનંદનની શું વાત કરો છો, શાહ મહેમૂદ કુરેશી અને આર્મી ચીફ તે મિટિંગમાં હતા. કુરેશીએ કહ્યું હતું કે અભિનંદનને પાછા જવા દો. ખુદા કા વાસ્તા અભિનંદનને જવા દો. ભારત રાતે 9 વાગે એટેક કરવાનું છે. તે બેઠકમાં ઈમરાન ખાને આવવાની ના પાડી દીધી હતી.'


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube