આકાશમાં ચમકતી જોવા મળી વિચિત્ર વસ્તુ, જોઇને ડરી ગયા લોકો!
જો તમને આકાશમાં આગના ગોળા (Fireball) જેવી કોઈ વસ્તુ દેખાય તો આશ્ચર્ય થવું શક્ય છે. આવું જ કંઈક પ્યુર્ટો રિકો (Puerto Rico)માં થયું જ્યારે 22 ઓક્ટોબરના રોજ લોકોની નજર આકાશમાં અટકી ગઈ. લોકોએ જોયું કે તેજસ્વી પ્રકાશવાળો ગોળા જેવી કોઈ વસ્તુ એક દિશાથી બીજી દિશામાં જઈ રહી છે.
સેન જુઆન: જો તમને આકાશમાં આગના ગોળા (Fireball) જેવી કોઈ વસ્તુ દેખાય તો આશ્ચર્ય થવું શક્ય છે. આવું જ કંઈક પ્યુર્ટો રિકો (Puerto Rico)માં થયું જ્યારે 22 ઓક્ટોબરના રોજ લોકોની નજર આકાશમાં અટકી ગઈ. લોકોએ જોયું કે તેજસ્વી પ્રકાશવાળો ગોળા જેવી કોઈ વસ્તુ એક દિશાથી બીજી દિશામાં જઈ રહી છે.
અધિકારીઓએ આપી સૂચના
આ અદ્ભુત નજારો જોયા બાદ લોકો થોડા ભયભીત થયા હતા. તેમણે અધિકારીઓને ફોન કરી તેની જાણકારી આપી હતી, જો કે, કેટલાક એવા લોકો પણ હતા જેમમે કેરેબિયન દ્વિપ પર જોવા મળેલી આ ખગોળીય ઘટનાને પોતાના કેમેરામાં કેદ કરી હતી.
આ પણ વાંચો:- અર્મેનિયા-અઝરબૈજાન જંગ: 5 હજારથી વધુના મૃત્યુ, ફરીથી World Warનું જોખમ
પોસ્ટ કર્યો વીડિયો
ફ્રેંકી લુસેના (@ frankie57pr)એ તેના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે, ભારે પ્રકાશની વચ્ચે આગનો ગોળા જેવી કોઈ વસ્તુ આકાશથી નીચે તરફ જઈ રહી છે. લુસેનાનું કહેવું છે કે, આ Taurid meteor હોઈ શકે છે.
મસૂદ અઝહર અને હાફિઝ સઇદ પર કોઇ કાર્યવાહી નહી, FATF ની ગ્રે લિસ્ટમાં રહેશે PAK
શું છે કારણ?
જ્યારે મોટી સંખ્યામાં નાની ઉલ્કાઓ આપણા વાયુમંડળના સંપર્કમાં આવે છે, ત્યારે તે ઘર્ષણ પેદા કરે છે, જેના કારણે ઉલ્કાઓ આગના ગોળામાં ફેરવાઈ જાય છે. વૈજ્ઞાનિકો કહે છે કે ઉલ્કાઓ એસ્ટરોઇડનો ભાગ છે. જ્યારે કોઈ પણ કારણોસર એસ્ટરોઇડ્સ તૂટી જાય છે, ત્યારે તેમનાથી જુદા પડેલા ભાગને મીટિઓરોઇડ (Meteoroid) કહેવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube