મસૂદ અઝહર અને હાફિઝ સઇદ પર કોઇ કાર્યવાહી નહી, FATF ની ગ્રે લિસ્ટમાં રહેશે PAK

આતંકવાદી સંગઠનોની ટેરર ફંડિંગ (Terror Funding) પર પ્રતિબંધ ન લગાવી શકવાના કારણે પાકિસ્તાન (Pakistan) ફરી એકવાર એફએટીફ (Financial Action Task Force) ની ગ્રે લિસ્ટમાં યથાવત રહેશે.

મસૂદ અઝહર અને હાફિઝ સઇદ પર કોઇ કાર્યવાહી નહી, FATF ની ગ્રે લિસ્ટમાં રહેશે PAK

નવી દિલ્હી: આતંકવાદી સંગઠનોની ટેરર ફંડિંગ (Terror Funding) પર પ્રતિબંધ ન લગાવી શકવાના કારણે પાકિસ્તાન (Pakistan) ફરી એકવાર એફએટીફ (Financial Action Task Force) ની ગ્રે લિસ્ટમાં યથાવત રહેશે. પેરિસ સ્થિત સંસ્થાએ પોતાના પ્લેનરી સેશનના અંતિમ દિવસે આ વાતનો નિર્ણય લીધો છે. 

જૂન 2018થી ગ્રે લિસ્ટમાં યથાવત
મની લોન્ડ્રીંગ અને  ટેરર ફંડિંગ વિરૂદ્ધ પર્યાપ્ત પગલા ભરવામાં નિષ્ફળ રહેવા માટે પાકિસ્તાનને જૂન 2018માં ગ્રે લિસ્ટમાં નાખી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ એક ચેતાવણી સાથે 27 સૂત્રીય કાર્ય યોજના બનાવવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે જો પાકિસ્તાન તેનું અનુપાલન કરવામાં નિષ્ફળ રહે છે તો તેને બ્લેક લિસ્ટમાં નાખવામાં આવી શકે છે. 

ભૂખમરાની કગાર પર પહોંચ્યો દેશ
પાકિસ્તાની સંસદમાં ઉચ્ચ સદન દ્વારા એફએટીએફ સાથે જોડાયેલા બે ધારાસભ્યોને અસ્વિકૃત કરી દેવામાં આવ્યા છે, ત્યારબાદ બ્લેક લિસ્ટેડ થતાં બચવા માટે હાથ પગ મારી રહેલી ઇમરાન ખાનની સરકાર મોટા સંકટમાં ફસાયેલી જોવા મળી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે FATF દ્વારા જો આ વખતે પાકિસ્તાનને બ્લેક લિસ્ટેડ કરી દેવામાં આવ્યું તો આતંકવાદને પાલવા પોસવા વગેરે પાકિસ્તાની હુકૂમતના આ પાપના કારણે આ ભૂખમરાની કગાર પર પહોંચી શકે છે. 

ચીને પાકિસ્તાનને આપ્યું સમર્થન
ચીન સરકારે ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા દ્રારા પાકિસ્તાનના સમર્થનમાં નિવેદન અપાવ્યું છે. પ્રવક્તાએ પાકિસ્તાનની ખાલ બચાવવા માટે મોટું ખોટું બોલ્યું. ચીનના પ્રવક્તાએ કહ્યું કે આતંકવાદ દરેક દેશ માટે એક પડકાર છે અને પાકિસ્તાને આતંકવાદ સામે યુદ્ધ કરતાં ઘણી કુરબાનીઓ આપી છે. તેના માટે આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા પાકિસ્તાનનું સન્માન થવું જોઇએ.  

પાકિસ્તાનનું આતંકવાદને પ્રોત્સાહન
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે પાકિસ્તાનની હરકતો કોઇનાથી છુપાયેલી નથી. પાકિસ્તાન સતત આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે. અત્યાર સુધી કોઇપણ આતંકવાદી સંસ્થા અથવા આતંકવાદી વિરૂદ્ધ કોઇ કાર્યવાહી કરી નથી. તેમાં યૂએનએસસી દ્વારા ઘોષિત મસૂદ અઝહર (Masood Azhar), દાઉદ ઇબ્રાહીમ (Dawood Ibrahim), જાકિર-ઉર-રહમાન લખવી (Zakir-ur-Rahman Lakhvi) જેવા આતંકવાદી સામેલ છે. 

કોરોના વાયરસ મહામારીના કારણે પાકિસ્તાનને પોતાની 27 સૂત્રીય કાર્યયોજના પુરી કરવા માટે ત્રણ મહિનાનો વધુ સમય મળી ગયો હતો. આ વર્ષની સમય સીમા જૂન હતી પરંતુ એફએટીએફએ પોતાની પ્લેનરી સેશનના સ્થગનના કારણે તેને વધારી દેવામાં આવી છે. 

એએફટીએફના એશિયન પેસેફિક ગ્રુપ (એપીજી) દ્વારા જાહેર કરવામાં આવેલા ફોલો-અપ રિપોર્ટ (એફયુઆર)માં ખબર પડી છે કે પાકિસ્તાન ઓછામાં ઓછી ભલામણો પર એનસી રહી છે. તે મોટાપાયે એલસી પર આઠ અને આંશિક રૂપથી પીસી પર 28 ભલામણો પર કામ કરી શક્યું છે. જ્યારે એએફટીએફની કુલ 48 ભલામણો પર તેને જમીની સ્તર પર કામ બતાવવાનું છે.  એએફઆર એપીજીની મ્યૂચલ ઇવેલ્યૂએશન રિપોર્ટ (એમઇઆર)નો ભાગ છે, જેનો વાર્ષિક રિપોર્ટ ગત ઓક્ટોબરમાં જાહેર કરવામાં આવ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news