તમામ કર્મચારીઓને વર્ષમાં એકવાર પોતાની રેગ્યુલર સેલરી કરતા વધુ પગાર મળતો હોય છે અને તે છે બોનસનો સમય. હવે આ રકમ તમારા પગાર કરતા 3થી 4 ગણી હોઈ શકે તો સમજ્યા પરંતુ 100-150 ગણી હોય તો...બની શકે? જો કે આજે અમે તમને એક એવા વ્યક્તિ વિશે જણાવીશું જેના એકાઉન્ટમાં કંપનીએ 84 લાખ રૂપિયા ક્રેડિટ કરી દીધા. જ્યારે તેનો પગાર હતો ફક્ત 21 હજાર રૂપિયા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ કિસ્સો હંગરીનો છે. અહીં એક વ્યક્તિ રાતોરાત અમીર બની ગયો. કારણ કે તેને કાઢી મૂક્યા બાદ સેટલમેન્ટ તરીકે 84 લાખ રૂપિયા એકાઉન્ટમાં જમા કરી દેવાયા. તમે પણ વિચારી રહ્યા હશો કે આ તો જોરદાર કહેવાય. આવામાં નોકરી  કરવાની જરૂર શું રહે. પરંતુ એવું નથી....કારણકે આ પૈસા તેને ઈનામ તરીકે નહતા અપાયા. પરંતુ એકાઉન્ટ ડિપાર્ટમેન્ટની એક બેવકૂફીના કારણે મળ્યા. જે કંપનીને ભારે પડી ગયા. 


21 હજાર પગાર પણ મળ્યા 84 લાખ
હંગરીના સોમોગી કાઉન્ટીમાં આ આ વ્યક્તિ કામ કરતો હતો. તેને એક કંપનીએ હાયર કર્યો હતો. પરંતુ ટ્રાયલ પીરિયડ દરમિયાન જ તેને નોકરીથી હટાવી દેવાયો. ઓછા ટાઈમ પીરિયડમાં તેણે હંગેરિયન મુદ્રા મુજબ 92,549 forints કમાણી કરી હતી. ભારતીય ચલણમાં તમે તેને 21000 રૂપિયાથી થોડા વધુ સમજી શકો. જ્યારે કંપનીએ તેના ખાતામાં પગાર જમા કર્યો તો તેનું એકાઉન્ટ ઓસ્ટ્રેલિયન બેંકનું હતું. આવામાં તેમાં પેમેન્ટ પણ ઓસ્ટ્રેલિયન મુદ્રા એટલે કે યુરોમાં થવાનું હતું. કંપનીથી ભૂલ એ થઈ ગઈ કે તેમણે હંગેરિયન મુદ્રાને કનવર્ટ કર્યા વગર જ સીધા 92,549 યુરો કર્મચારીના ખાતામાં નાખી દીધા. તમે તેને ભારતીય ચલણમાં ફેરવો તો તે 84 લાખથી પણ વધુ રકમ થશે. ભૂલ તો કંપનીની હતી પરંતુ પૈસા એકાઉન્ટમાં જમા થયા બાદ કર્મચારીની દાનત બગડી ગઈ. 


ફટાફટ ટ્રાન્સફર કરી રકમ
જ્યાં સુધી કંપનીને આ વાતનો અહેસાસ થાય તે પહેલા તો કર્મચારી તેમાંથી 15500 યુરો એટીએમ દ્વારા કાઢીને બીજી બેંકમાં નાખી ચૂક્યો હતો. બાકીની રકમ તેણે એમ કહીને ના પાડી દીધી કે હવે તેનું ઓસ્ટ્રેલિયન બેંકમાં એક્સેસ રહ્યું નથી. જો કે કંપનીએ ટ્રાન્સફર કરાયેલી બાકી રકમ કોઈને કોઈ પ્રકારે પાછી તો મેળવી લીધી પણ વ્યક્તિએ જે રકમ બીજા ખાતામાં જમા કરી તેના માટે કંપનીએ હવે કાનૂની પ્રોસેસમાંથી પસાર થવું પડી રહ્યું છે. અત્રે જણાવવાનું કે અગાઉ પણ આવી ઘટના ઘટી ચૂકી છે જ્યારે ચિલીમાં એક વ્યક્તિએ કંપનીના પૈસા આપતા પહેલા જ ગાયબ થઈ જવું યોગ્ય સમજ્યું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube