કાબુલ: હક્કાની જૂથ સાથેની લડાઈમાં ઘાયલ થવાની ખબરો પર તાલિબાને અધિકૃત રીતે તાલિબાન સરકારના ડેપ્યુટી પીએમ મુલ્લા બરાદરના અફઘાનિસ્તાનની સરકારી ચેનલ RTA પશ્તોને અપાયેલો એક ઈન્ટરવ્યુ જાહેર કર્યો છે. ઈન્ટરવ્યુમાં મુલ્લા બરાદર હક્કાની જૂથ સાથે લડાઈની ખબરોને ફગાવી રહ્યા છે અને જણાવી રહ્યા છે કે તાલિબાનમાં કોઈ આપસી સંઘર્ષ ચાલી રહ્યો નથી. બધા એક પરિવારનો ભાગ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્ય બેઠકમાં કેમ સામેલ ન થયા બરાદર?
આ સાથે જ કતારના ડેપ્યુટી પીએમ/ વિદેશમંત્રીના અફઘાનિસ્તાન પ્રવાસમાં સામેલ ન થવા પર મુલ્લા બરાદરે કહ્યું કે તેમને ખબર નહતી કે કતારના ડેપ્યુટી પીએમ/વિદેશમંત્રી અફઘાનિસ્તાનના પ્રવાસે આવી રહ્યા છે નહીં તો તે જરૂર હાજર રહેત. 


વિવાદ પર મુલ્લા બરાદરની સ્પષ્ટતા
સવાલ- મુલ્લા બરાદર અખુંદ સાહેબ તમે પરસ્પર લડાઈમાં ઘાયલ થવાના અને અનેક જગ્યાએ તો મોતની ખબરો પણ મીડિયામાં દેખાડવામાં આવી રહી છે. તમારું તેના પર શું કહેવું છે? શું તે સાચુ છે?


સ્પેસ ટુરિઝમમાં ઈતિહાસ રચાયો, Space X એ civilians ને 3 દિવસ માટે અંતરિક્ષમાં મોકલ્યા


મુલ્લા બરાદર- ના એ સાચુ નથી. જે આજકાલ ખબરો ફેલાવવામાં આવી રહી છે કે અમારી વચ્ચે પરસ્પર લડાઈ ચાલુ છે (બરાદર જૂથ અને હક્કાની જૂથ) અને હું ઘાયલ છું, તે ખોટું છે. અમે એક પરિવારની જેમ છીએ અને પ્રેમ-મહોબ્બતથી એક બીજા સાથે કામ કરી રહ્યા છીએ. હું એક જગ્યાએ કામથી પ્રવાસે ગયો હતો જ્યાં મીડિયા હાજર નહતું. 


અફઘાનિસ્તાન મુદ્દે ડબલ ગેમ રમીને ખુશ થઈ રહેલા પાકિસ્તાનને અમેરિકાએ આપ્યો મોટો ઝટકો


સવાલ- થોડા દિવસ પહેલા કતારના વિદેશમંત્રી કાબુલના પ્રવાસે આવ્યા હતા પરંતુ તમે ત્યારે હાજર નહતા. 
મુલ્લા બરાદર- કતારના વિદેશમંત્રીના અફઘાનિસ્તાનના પ્રવાસ પર આવવાની જાણકારી મને નહતી. જો મને ખબર હોત કે તેઓ આવી રહ્યા છે તો હું મારો પ્રવાસ કેન્સલ કરીને તેમની સાથે બેઠકમાં જરૂર સામેલ થાત. 


મુલ્લા બરાદરે મીડિયાને કરી આ અપીલ
સવાલ- આ ઈન્ટરવ્યુ માટે તમારો આભાર. તમે છેલ્લે કઈ કહેવા માંગો છો?
મુલ્લા બરાદર- આ અગાઉ જ્યારે કતારમાં અમારી વચ્ચે શાંતિ બેઠક થઈ રહી હતી ત્યારે પણ કેટલાક મીડિયા પોતાના ફાયદા માટે આવી જ ખોટી ખબરો દેખાડતા હતા જેમ આજે દેખાડે છે. હું મીડિયાને અપીલ કરવા માંગુ છું કે તેઓ પોતાના ફાયદા માટે ખોટું નહીં પરંતુ જે સાચુ છે તે દેખાડે. ખોટું દેખાડે તે સારું નથી. ઈન્ટરવ્યુ માટે તમારો પણ આભાર. 


UNHRC ની બેઠકમાં ભારતના નિશાને પાક, કહ્યું- તે આતંકીઓનું સમર્થન કરવા માટે જાણીતું છે


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube