નવી દિલ્હી: કોરોનાના (Coronavirus) કહેર વચ્ચે એક સમાચાર એવા આવ્યા છે, જે તમને ડરાવી શકે છે. દુનિયા ભરમાં કોરોના સામે લડવા માટે જે રણનીતિ અપનાવવામાં આવી રહી છે તેના પર અસર પડી શકે છે. કદાચ લોકોને ઘરની અંદર પણ માસ્ક (Mask) પહેરવો પડી શકે છે. કદાચ 24 કલાક માટે પણ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત સહિત વિશ્વમાં વધતા જતા કોરોનાના કેસ (Corona Case) વચ્ચે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. એક તરફ કોરોના વાયરસ (Coronavirus) સતત પોતાનું સ્વરૂપ બદલી રહ્યો છો તો બીજી તરફ એક ચોંકાવનારો અને ડરાવી દે તેવો ખુલાસો થયો છે. પ્રસિદ્ધ જર્નલ ધ લાન્સેટે પોતાના એક રિપોર્ટમાં દાવો કર્યો છે કે, હવે મોટા ભાગે ટ્રાન્સમિશન હવાના રસ્તાથી થઈ રહ્યું છે. જેના કારણે સુરક્ષા પ્રોટોકોલમાં તાત્કાલિક ફેરફારની જરૂર છે.


આ પણ વાંચો:- Covid-19 એ ભારતમાં તોડ્યા તમામ રેકોર્ડ્સ, 24 કલાકમાં 2.34 લાખથી વધારે નવા કેસ


ઈંગ્લેન્ડ, અમેરિકા અને કનાડાના છ વિશેષજ્ઞોએ આ રિપોર્ટ તૈયાર કરી છે. જેમનું કહેવું છે કે, હવાના માધ્યમથી વાયરસ નથી ફેલાતો. એ સાબિત કરવા માટે પુરતા પુરાવાઓ નથી. જ્યારે મોટાભાગના વૈજ્ઞાનિકો એવું જ માને છે. નવા રિપોર્ટના આધાર પર કોવિડનો જે પ્રોટોકોલ છે તેમાં પણ ફેરફાર સૂચવવામાં આવ્યો છે.


વિશ્વ પ્રસિદ્ધ મેડિકલ જર્નલ ધ લાન્સેટે પોતાના નવા રિપોર્ટમાં દાવો કર્યો છે કે વાયરસ હવાના રસ્તાથી ફેલાય છે. જેના માટે 10 કારણો પણ આપવામાં આવ્યા છે.


1. વાયરસની સુપરસ્પ્રેડિંગ ઈવેન્ટ ઝડપથી SARS-CoV-2 વાયરસને આગળ લઈને જાય છે. વાસ્તવમાં આ મહામારીના શરૂઆતના વાહકો હોય શકે છે. જેનું ટ્રાન્સમિશન હવાના માધ્યમથી થવું સરળ છે.


2. ક્વોરન્ટાઈન હોટેલોમાં એકબીજાની બાજુના રૂમમં રહેતા લોકો વચ્ચે આ ટ્રાન્સમિશન જોવા મળ્યું છે. જ્યારે આ લોકો એકબીજાના રૂમમાં નથી ગયા.


3. જાણકારોનો દાવો છે કે તમામ કોવિડ-19ના મામલાઓમાંથી 33 ટકાથી 59 ટકા એસિમ્પ્ટોમેટિક કે પ્રિઝેપ્ટોમેટિક ટ્રાન્સમિશન જવાબદાર હોય શકે છે. જે ઉધરસ ખાતા કે છીંકતા નથી


4. બહારની જગ્યાએ અંદર વધારે ટ્રાન્સમિશન હોય છે. ઈન્ડોરમાં જો વેન્ટિલેશન હોય તો સંભાવનો ઓછી થાય છે.


5. નોસોકોમિયલ સંક્રમણ(જે એક હૉસ્પિટલમાં ઉત્પન્ન થાય છે), તેને પણ એ જગ્યાઓ પણ મળ્યો જ્યાં હેલ્થકેર પ્રોફેશન્સે પીપીઈ કિટનો ઉપયોગ કર્યો હતો. પીપીઈ કિટને કોન્ટેક્ટ અને ડ્રોપલેટથી સુરક્ષિત બનાવવામાં આવી છે. પરંતુ હવાના રસ્તાથી બચવાનો કોઈ ઉપાય નથી.


6. જાણકારોનું કહેવું છે કે, SARS-CoV-2 હવામાં દેખાયો છે. લેબમાં SARS-CoV-2 વાયરસ ઓછામાં ઓછા 3 કલાક સુધી હવામાં સંક્રામક સ્થિતિમાં રહ્યો. કોરોનાના દર્દીઓના રૂમ અને હવાના સેમ્પલમાં વાયરસ મળ્યો.


7. SARS-CoV-2 વાયરસ કોરોના દર્દીઓ વાળી હૉસ્પિટલના એર ફિલ્ટર્સ અને બિલ્ડિંગના ડક્ટ્સમાં મળ્યો છે. અહીં માત્ર હવાના માધ્યમથી જ પહોંચી શકે છે.


8. વિશેષજ્ઞોએ જોયું કે સંક્રમિત પિંજરામાં બંધ જાનવરોમાં પણ વાયરસના લક્ષણો મળ્યા ને આ એર ડક્ટના માધ્યમથી થયું.


9. વિશેષજ્ઞોનું એવું પણ કહેવું છે કે હવાથી વાયરસ નથી ફેલાતો, તેને સાબિત કરવા માટે પુરતા પુરાવાઓ નથી.


10. તેમનો તર્ક છે કે, બીજા માધ્યમથી વાયરસ ફેલાવાના ઓછા પુરાવા છે. જેમ કે રેસ્પિરેટરી ડ્રોપલેટ કે ફોમાઈટ.


જો આ દાવાને સાચો માવામાં આવે તો, દુનિયા ભરમાં કોરોના સામે લડવા માટે જે રણનીતિ અપનાવવામાં આવી રહી છે તેના પર અસર પડી શકે છે. કદાચ લોકોને ઘરની અંદર પણ માસ્ક પહેરવો પડી શકે છે અને કદાચ આખો દિવસ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube