વુહાનઃ લોકો હજુ પણ કોરોનાનું દર્દ ભૂલી શક્યા નથી. દાવો કરવામાં આવે છે કે આ વાયરસ ચીનના વુહાનથી નિકળ્યો હતો. ફરી એકવાર દાવો કરવામાં આવ્યો છે કે ચીનમાંથી કોરોના જેવી બિમારી સામે આવી છે. આ દાવો બીજા કોઈએ નહીં પરંતુ ચીનના પોતાના સ્વાસ્થ્ય નિષ્ણાતે કર્યો છે. શી ઝેંગલી નામની આ મહિલા ચીનની શ્રેષ્ઠ વાઈરોલોજિસ્ટ તરીકે ઓળખાય છે. ઝેંગલીનું વાયરસ પર સંશોધન ઉત્તમ રહ્યું છે અને તેના કારણે તેને બેટવુમન તરીકે પણ ઓળખવામાં આવે છે. ઝેંગલીએ એક રિસર્ચ પેપરમાં લખ્યું છે કે ભવિષ્યમાં ચીનમાંથી વાયરસથી ફેલાતો રોગ ફરી ફેલાશે, જે કોરોના કરતા પણ વધુ ખતરનાક હશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

40 કોરોના વાયરસ પ્રજાતિઓ પર રિસર્ચ
વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીમાં શીની ટીમે 40 કોરોનાવાયરસ પ્રજાતિઓના મનુષ્યો માટેના જોખમનું મૂલ્યાંકન કર્યું છે. આમાંથી અડધાને અત્યંત જોખમી ગણાવ્યા છે. આ સંશોધન વસ્તી, આનુવંશિક વિવિધતા, યજમાન પ્રજાતિઓ અને ઝૂનોસિસના કોઈપણ અગાઉના ઇતિહાસ સહિત વિવિધ વાયરલ લાક્ષણિકતાઓના વિશ્લેષણ પર આધારિત હતું. આ એવા રોગો છે જે પ્રાણીઓમાંથી માણસોમાં આવે છે. આ 40 માંથી, છ પહેલાથી જ એવા રોગો માટે જાણીતા છે જે માનવોને ચેપ લગાવે છે. આ અભ્યાસ ચેતવણી આપે છે કે આ રોગ ભવિષ્યમાં ફરી પાછો આવશે. એટલું જ નહીં, તે કોરોના કરતાં પણ વધુ ઘાતક સાબિત થશે.


આ પણ વાંચોઃ 38 પ્લેન, 300 કાર, 52 બોટ, 92 કરોડના હીરા : અંબાણી-અદાણી નહીં, કોણ છે આ ધનકુબેર?


ચીનમાં કોરોના નજરઅંદાજ
જોકે, આ અભ્યાસ જુલાઈમાં અંગ્રેજી મેગેઝિન Microbes and Infectionમાં પ્રકાશિત થયો હતો. જો કે, આ મહિને તેણે ચીની સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચ્યું છે. નામ ન આપવાની શરતે, વૈજ્ઞાનિકે સાઉથ મોર્નિંગ ચાઈના પોસ્ટને જણાવ્યું કે અમે જોયું છે કે કોવિડ 19ને ઓછું મહત્વ આપવામાં આવી રહ્યું છે. કેટલાક શહેરોએ ચેપના આંકડા જાહેર કરવાનું પણ બંધ કરી દીધું છે. વુહાન ટીમે કેટલાક ખાસ ઉપકરણોની પણ ઓળખ કરી છે જે ઉચ્ચ જોખમ ધરાવતા વાયરસ પર નજર રાખી શકે છે.


આ જાનવરોથી ખતરો
આ ઉપરાંત, તે પ્રાણીઓ વિશે પણ જાણ કરવામાં આવી છે જે આ વાયરસના વાહક હોઈ શકે છે. જેમાં ચામાચીડિયા, ઊંટ, ડુક્કર અને પેંગોલિન જેવા જીવોનો સમાવેશ થાય છે. આ સંશોધન ખૂબ મહત્વનું હોવા છતાં, ચાઇનીઝ વાઇરોલોજિસ્ટ તેના પર ટિપ્પણી કરવાનું ટાળી રહ્યા છે. તેનું કારણ મામલાની નાજુકતા છે. વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી તપાસ હેઠળ છે. અમેરિકાએ પહેલા જ શંકા વ્યક્ત કરી હતી કે કોવિડ-19 આ લેબમાં થયેલા અકસ્માતનું પરિણામ છે. જો કે આ અંગે પણ વિવાદ ચાલી રહ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube