38 પ્લેન, 300 કાર, 52 બોટ, 92 કરોડના હીરા : અંબાણી-અદાણી નહીં, કોણ છે આ ધનકુબેર?
થાઈલેન્ડના રાજા મહા વજીરાલોંગકોર્ન થાઈલેન્ડની બીજી સૌથી મોટી બેંક સિયામ કોમર્શિયલ બેંકમાં 23 ટકા હિસ્સો ધરાવે છે. તેઓ સિયામ સિમેન્ટ ગ્રુપમાં પણ 33.3 ટકા હિસ્સો ધરાવે છે. એમની ભવ્યતા જોઈને લોકો દંગ રહી જાય છે. ભારતીયો આ દેશના ખાસ શૌખિન છે.
Trending Photos
નવી દિલ્લીઃ થાઈલેન્ડના રાજા મહા વજીરાલોંગકોર્નનું જીવન તમે પુસ્તકોમાં વાંચ્યું હશે તેવું છે. તેમનો શાહી વૈભવ એવો છે કે લોકો તેને જોઈને દંગ રહી જાય છે. લોકો તેમને રાજા રામા X તરીકે પણ ઓળખે છે. તે વિશ્વના સૌથી અમીર લોકોમાંથી એક છે. રાજા વજીરાલોંગકોર્ન પાસે એટલા બધા હીરા અને રત્નો છે કે તમે તેને ગણી શકશો નહીં.
હજારો એકર જમીન, અગણિત કાર, આવા છે રાજાશાહી ઠાઠ-
રાજા રામા પાસે હજારો એકર જમીન છે. અસંખ્ય કાર અને જહાજોની લાંબી કતારો છે. દુનિયાના સૌથી મોટા અમીર લોકો તેમની સંપત્તિ સામે ફેલ જાય એટલી સંપત્તિ એમની પાસે છે. ફાઈનાન્સિયલ ટાઈમ્સ અનુસાર, થાઈલેન્ડના શાહી પરિવારની સંપત્તિ 40 બિલિયન યુએસ ડોલર એટલે કે 3.2 લાખ કરોડ રૂપિયાથી વધુ છે.
મિલકતો સમગ્ર થાઇલેન્ડમાં ફેલાયેલી છે-
રાજા મહા વજીરાલોંગકોર્નની મિલકતો સમગ્ર થાઈલેન્ડમાં ફેલાયેલી છે. રાજા રામાની જમીન પર મોલ, હોટલ સહિત અનેક સરકારી ઈમારતો છે. રાજા મહા વજીરાલોંગકોર્ન થાઈલેન્ડની બીજી સૌથી મોટી બેંક સિયામ કોમર્શિયલ બેંકમાં 23 ટકા હિસ્સો ધરાવે છે. તેઓ દેશના સૌથી મોટા ઔદ્યોગિક સમૂહ સિયામ સિમેન્ટ ગ્રુપમાં 33.3 ટકા હિસ્સો ધરાવે છે.
શાહી તાજમાં વિશ્વનો સૌથી મોંઘો હીરો લગાવવામાં આવ્યો છે-
થાઈલેન્ડના રાજાના તાજના ઝવેરાતમાંનો એક 545.67 કેરેટનો બ્રાઉન ગોલ્ડન જ્યુબિલી ડાયમંડ છે. તેને વિશ્વનો સૌથી મોટો અને સૌથી મોંઘો હીરો કહેવામાં આવે છે. ડાયમંડ ઓથોરિટીએ તેની કિંમત 98 કરોડ રૂપિયા આંકી છે.
ફાઈનાન્સિયલ ટાઈમ્સ અનુસાર, થાઈ કિંગ પાસે 21 હેલિકોપ્ટર સહિત 38 એરક્રાફ્ટ છે. જેમાં બોઇંગ, એરબસ એરક્રાફ્ટ અને સુખોઇ સુપરજેટ સામેલ છે. તે આ એરક્રાફ્ટની જાળવણી પર વાર્ષિક 524 કરોડ રૂપિયા ખર્ચે છે. રાજા રામા પાસે શાહી બોટની સાથે 52 બોટનો કાફલો પણ છે. તમામ હોડીઓ સોનાના નકશીકામથી જડાયેલી છે.
આ મહેલ હજારો ચોરસ ફૂટમાં ફેલાયેલો છે-
થાઈલેન્ડના રાજાનો મહેલ 23,51,000 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલો છે. તે 1782 માં બાંધવામાં આવ્યો હતો. પરંતુ, રાજા રામા X શાહી મહેલમાં રહેતા નથી. આ મહેલમાં ઘણી સરકારી કચેરીઓ અને મ્યુઝિયમ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે