ન્યૂયોર્ક: દુનિયાભરમાં જ્યાં કોરોનાની રસી બનાવવાની કવાયત જોરશોરમાં ચાલુ છે ત્યાં વૈજ્ઞાનિકોએ એક એવી દવા શોધી છે કે જે ફક્ત 24 કલાકમાં કોરોનાની સારવાર કરી શકે છે. કોવિડ-19 મહામારી ફેલાયે એક વર્ષથી વધુ સમય વીતી ગયો છે. પરંતુ હજુ સુધી તેની કોઈ સટિક દવા બની નથી. આ બધા વચ્ચે વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે આ એન્ટી વાયરલ ડ્રગ કોરોનાને સંપૂર્ણ રીતે ખતમ કરી શકે છે. આ ડ્રગનું નામ છે. MK-4482/EIDD-2801 જેને સરળ ભાષામાં મોલ્નુપીરાવિર  (Molnupiravir) પણ કહે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Corona Vaccine: કોરોના રસી પર ખુશખબર, Pfizer એ ભારતમાં ઈમરજન્સી ઉપયોગ માટે માંગી મંજૂરી


કોરોનાની સારવારમાં ગેમ ચેન્જર સાબિત થશે Molnupiravir!
જર્નલ ઓફ નેચર માઈક્રોબાયોલોજીમાં છપાયેલા એક સ્ટડી મુજબ મોલ્નુપીરાવિર  (Molnupiravir) નામની આ દવા મોંઢા દ્વારા શરીરમાં પ્રવેશ કરાવવામાં આવે છે. તેનાથી કોરોનાના દર્દીઓનું સંક્રમણ ફેલાતુ અટકાવી શકાય છે. આ ઉપરાંત તેમનામાં આવનારી ગંભીર બીમારીઓને પણ રોકી શકાય છે. આ સ્ટડીના લેખક રિચર્ડ પ્લેમ્પરનું કહેવું છે કે આવું પહેલીવાર બન્યું છે કે જ્યારે કોરોનાની સારવાર(Corona Treatment) માટે મોઢાથી ઉપયોગમાં લેવાતી દવાનું પ્રદર્શન થઈ રહ્યું છે. MK-4482/EIDD-2801 કોરોનાની સારવારમાં ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. 


Covaxin લીધા પછી પણ કેમ સંક્રમિત થયા Anil Vij? સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કારણ


ઈન્ફ્લુએન્ઝાને પણ ખતમ કરવામાં અસરકારક
આ દવાની શોધ જ્યોર્જિયા સ્ટેટ યુનિવર્સિટીની એક રિસર્ચ ટીમે કરી છે. શરૂઆતના શોધમાં આ ડ્રગ ઈન્ફ્લુએન્ઝા જેવા જીવલેણ ફ્લુને ખતમ કરવામાં અસરકારક જોવા મળી, ત્યારબાદ ફેરેટ મોડલ દ્વારા તેના પર SARS-CoV-2 ના સંક્રમણને રોકવા માટે રિસર્ચ કરવામાં આવ્યું. આ અભ્યાસ માટે વૈજ્ઞાનિકોએ પહેલા કેટલાક જાવવરોને કોરોના વાયરસથી સંક્રમિત કર્યા. જેવા આ જાનવરોએ નાકથી વાયરસ છોડવાના શરૂ કર્યા કે તેમને MK-4482/EIDD-2801 એટલે કે મોલ્નુપીરાવિર(Molnupiravir) ખવડાવવામાં આવી. ત્યારબાદ આ સંક્રમિત જાનવરોને સ્વસ્થ જાનવરોની સાથે એક જ પાંજરામાં રાખવામાં આવ્યા. 


ખુબ જ સરળતાથી મળતી આ વસ્તુઓ તમને બચાવી શકે છે કોરોના વાયરસથી, ખાસ જાણો 


24 કલાકમાં ઠીક થશે દર્દીઓ!
રિસર્ચના સહલેખક જોસફ વોલ્ફના જણાવ્યાં મુજબ સંક્રમિત જાનવરો સાથે રાખવામાં આવેલા સ્વસ્થ જાનવરોમાં કોઈ પણ પ્રકારનું સંક્રમણ ફેલાયું નહી. જો આ જ રીતે કોરોના સંક્રમિત દર્દીઓ પર મોલ્નુપીરાવિર (Molnupiravir) ડ્રગનો ઉપયોગ કરવામાં આવે તો 24 કલાકની અંદર દર્દીનું સંક્રમણ ખતમ થઈ જશે તેવો દાવો કરવામાં આવ્યો છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube