અમેરિકામાં કોરોનાની ડરામણી સ્થિતિ, એક જ દિવસમાં 2000 જેટલા લોકોએ જીવ ગુમાવ્યાં
અમેરિકામાં કોરોના વાયરસનો ભયાનક પ્રકોપ જોવા મળી રહ્યો છે. દેશમાં સતત બીજા દિવસે લગભગ 2000 લોકોના મોત કોરોનાના કારણે થયા છે.
વોશિંગ્ટન: અમેરિકામાં કોરોના વાયરસનો ભયાનક પ્રકોપ જોવા મળી રહ્યો છે. દેશમાં સતત બીજા દિવસે લગભગ 2000 લોકોના મોત કોરોનાના કારણે થયા છે. AFPના જણાવ્યાં મુજબ અમેરિકામાં અત્યાર સુધીમાં 14,695 લોકોના મોત કોરોના વાયરસના કરાણે થયા છે. બુધવારે અમેરિકામાં 1973 લોકોના મોત થયા છે. જ્યારે મંગળવારે 1939 લોકોના મોત થયા હતાં. આ બાજુ ન્યૂયોર્કમાં ગવર્નર એન્ડ્ર્યુ કુઓમોએ જાણકારી આપી કે બુધવારે ન્યૂયોર્કમાં એક જ દિવસમાં 779 લોકોના મોત થયા છે.
કોરોનાથી ભારત સહિત દુનિયા આખી થઈ રહી છે પાયમાલ, પણ ચીનને મળી ગયો 'કુબેરનો ખજાનો'
તેમણે કહ્યું કે દુખદ સમાચાર માત્ર દુખદ જ નહીં પરંતુ ભયાનક પણ છે. એક જ દિવસમાં મૃતકોનો આ આંકડો અત્યાર સુધીમાં સૌથી વધુ છે. આ સંખ્યા 779 પર પહોંચી ગઈ છે. મૃતકોની સંખ્યા જોશો તો તે ધીરે ધીરે વધી રહી છે અને આ નવી ઊંચાઈએ પહોંચી છે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube