કોરોના વાયરસઃ યૂરોપમાં સંક્રમણથી મૃત્યુઆંક એક લાખને પાર
કોરોના વાયરસ (Coronavirus)નો કહેર યૂરોપમાં હજુ યથાવત છે. ઇટાલી અને સ્પેન યૂરોપના સૌથી વધુ પ્રભાવિત દેશો છે.
પેરિસઃ વિશ્વ હજુ પણ કોરોનાના કહેર હેઠળ જીવી રહ્યું છે. આ વચ્ચે કોરોના સંક્રમણથી યૂરોપમાં મૃત્યુઆંક શનિવારે એક લાખના આંકડાને પાર કરી ગયો છે. આ વિશ્વભરમાં કુલ મોતોની સંખ્યાનો આશરે બે તૃતીયાંશ ભાગ છે. કોવિડ-19થી મૃત્યુ પામેલ સાથે જોડાયેલી સમાચાર એજન્સી એએફપીના લિસ્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે વિશ્વભરમાં અત્યાર સુધી કોવિડ-19ના સંક્રમણને કારણે લગભગ 1,57,163 લોકોના મૃત્યુ તયા છે તો કોરોના વાયરસને કારણે સૌથી વધુ પ્રભાવિત યૂરોપમાં સંક્રમણના અત્યાર સુધી 11,36,672 મામલા સામે આવી ચુક્યા છે. જ્યારે 1,00,501 લોકોના મોત થયા છે. યૂરોપીય દેશોમાં ઇટાલી અને સ્પેન કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત થયા છે.
અમેરિકા, ઇટાલી અને સ્પેનમાં સૌથી વધુ મોત
નોવેલ કોરોના વાયરસથી અમેરિકામાં અત્યાર સુધી 37,158 લોકોના મોત થયા છે જ્યારે 710,021 લોકો સંક્રમિત થયા છે. તો ઇટાલી વિશ્વનો બીજો સૌથી પ્રભાવિત દેશ છે, જ્યાં કોરોના સંક્રમણને કારણે 22,745 લોકોના મોત થયા છે અને સંક્રમણના 1,72,434 મામલા છે. ત્રીજા નંબર પર સ્પેન આવે છે જ્યાં કોરોનાથી મૃત્યુઆંક 20 હજારને પાર કરી ચુક્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube