નવી દિલ્હી: બ્રિટનની સરકારના પ્રમુખ વૈજ્ઞાનિક સલાહકારે એકવાર ફરીથી કોરોના વાયરસ અંગે મોટી ચેતવણી આપી છે. વૈજ્ઞાનિક સર પેટ્રિક વલાન્સે (Sir Patrick Vallance)ના જણાવ્યાં મુજબ કોરોના વાયરસ (Corona Virus) રસીથી પણ સંપૂર્ણ રીતે નષ્ટ થશે નહીં. શક્ય છે કે સીઝનલ ફ્લૂની જેમ આવનારા વર્ષોમાં તેના ચેપના કેસ સામે આવતા રહે. જો કે તેમણે એવું પણ કહ્યું કે કોરોના વાયરસ રસીથી ચેપના પ્રસારની સંભાવના જરૂર ઓછી થશે. લોકોને ગંભીર રીતે બીમાર પડતા બચાવી શકાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Coronavirus : વિશ્વભરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 4 કરોડને પાર, 11 લાખથી વધુ મૃત્યુ


ફ્લૂની જેમ રહેશે સારવાર
વૈજ્ઞાનિક સર પેટ્રિક વલાન્સે બ્રિટનના સાંસદોની એક કમિટીને જાણકારી આપતા કહ્યું કે તેમને નથી લાગતું કે આગામી વર્ષ ઓછામાં ઓછા વસંત પહેલા નાગરિકો માટે રસી ઉપલબ્ધ થઈ શકશે. તેમણે કહ્યું કે ભવિષ્યમાં કોરોના વાયરસની સારવાર દરેક શિયાળામાં થનારા ફ્લૂની જેમ જ રહેશે. એ શક્યતા નથી કે સ્ટરિલાઈઝિંગ વેક્સિન સાથે કોરોના વાયરસ સમાપ્ત થઈ જશે. 


14 વર્ષની ભારતીય-અમેરિકી કિશોરીએ COVIDની સારવાર માટે કરી મહત્વની શોધ, મળ્યું મોટું ઈનામ


એન્ડેમિકમાં  ફેરવાઈ જશે કોરોના
વૈજ્ઞાનિક સર પેટ્રિક વલાન્સે કહ્યું કે ફ્લૂ, એચઆઈવી અને મેલેરિયાના વાયરસની જેમ જ કોરોના મહામારી પણ એન્ડેમિકમાં ફેરવાઈ જશે. તેમણે તર્ક આપ્યો કે કોરોના વાયરસ કાયમ માટે સંપૂર્ણ રીતે ખતમ થઈ જશે નહીં. કારણ કે તે ખુબ મોટા પાયે ફેલાઈ ચૂક્યો છે. સર પેટ્રિક વલાન્સના જણાવ્યા મુજબ વેક્સિનની ઉપયોગીતા અને વાસ્તવિકતાની જાણકારી મેળવવામાં જ હજુ તો કેટલાક વધુ મહિના જશે. 


Corona Update: કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત 5 રાજ્યોમાંથી આવ્યા સારા સમાચાર, જાણો લેટેસ્ટ માહિતી


સર પેટ્રિક વલાન્સે કહ્યું કે અધિકારીઓએ જનતાને મોટા મોટા વચનો આપવા જોઈએ નહીં. તેમણે કહ્યું કે ખોટા દાવાથી જનતાને અંધારામાં ન રાખવી જોઈએ અને રસી સંબંધિત સાચી માહિતી પહોંચાડવી જોઈએ. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube