નવી દિલ્હી: કોરોના વાયરસને લઈને સમગ્ર દુનિયામાં અલગ અલગ રિસર્ચ થઈ રહ્યાં છે. થોડા સમય પહેલા દુનિયાના અનેક વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે કોરોના વાયરસ 30 ડિગ્રીથી વધુ તાપમાનમાં મરી જાય છે. આ જ કારણે બધા ગરમીની રાહ જોઈ રહ્યાં હતાં. પરંતુ આ બધા વચ્ચે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. એક તાજા રિસર્ચમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે 60 ડિગ્રી તાપમાનમાં પણ કોરોના વાયરસ જીવિત રહી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વૈજ્ઞાનિકો પોતે પણ ચોંકી ગયા
દક્ષિણ ફ્રાન્સની Aix-Marseille University ના રિસર્ચમાં ખુલાસો થયો છે કે આ વાયરસ પર ગરમીની કોઈ ખાસ અસર થતી નથી. અમારી સહયોગી ઝી બિઝના જણાવ્યાં મુજબ યુનિવર્સિટીના પ્રોફેસર રેમી શેરેલ અને તેમની ટીમ કોરોના વાયરસ પર સતત રિસર્ચ કરી રહી છે. 


શું હાઈડ્રોક્સીક્લોરોક્વીન અસરકારક છે?
કોરોના વાયરસને સમજવા માટે થયેલા આ રિસર્ચમાં વૈજ્ઞાનિકોએ એવો પણ દાવો કર્યો છે કે મેલેરિયાની દવા હાઈડ્રોક્સીક્લોરોક્વીન કોરોના વાયરસને મારવામાં બહુ ખાસ કારગર નથી. ફ્રેન્ચ સ્ટડીમાં દાવો કરાયો છે કે હાઈડ્રોક્સીક્લોરોક્વીનથી કોરોના પર કોઈ ખાસ અસર થશે નહીં. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube