બીજિંગ : ચીનના વુહાનમાં રવિવારે પહેલીવાર કોરોના વાયરસનો એક પણ કિસ્સો સામે આવ્યો નથી હોસ્પિટલમાં દાખલ થનારા કોવિડ 19ના દર્દીઓની સંખ્યા રવિવારે પહેલીવાર શૂન્ય થઇ ગયો. આ શહેર માટે એક મહત્વનો લક્ષ્યાંક છે જેને 76 દિવસના લોકડાઉન બાદ 8 એપ્રીલે ખોલવામાં આવ્યું. ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થય પંચના એક પ્રવક્તા મી ફેંગે કહ્યું કે, પરિણામ વુહાનમાં ચિકિત્સાકર્મીઓનાં આકરા પ્રયાસો અને તે લોકોની મદદથી પ્રાપ્ત થયા જેને વાયરસની વિરુદ્ધની લડાઇમાં  શહેરની સહાયતા માટે સમગ્ર દેશમાંથી મોકલવામાં આવ્યો હતો. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકારી સમાચાર એજન્સી શિન્હુઆ અનુસાર વુહાનમાં અંતિમ દર્દી શુક્રવારે સારો થયો, જેના કારણે શહેરમાં કોરોના વાયરસનાં રોગીઓની સંખ્યા શુન્ય થઇ ગઇ. હુબેઇ પ્રાંતના સ્વાસ્થય પંચને કહ્યું કે, શનિવારે  કોવિડ 19 સંક્રમણનો નવો કોઇ કેસ સામે આવ્યો નથી અને કોઇ વ્યક્તિનું મોત પણ થયું નથી.

પંચે કહ્યું કે, વુહાનમાં સ્વસ્થય થયા બાદ 11 કોરોના વાયરસનાં દર્દીઓને હોસ્પિટલથી રજા આપી દેવામાં આવી છે. હુબેઇમાં અત્યાર સુધી કોવિડ 19ના 68128 કેસ સામે આવ્યા છે. જેમાંથી 50333 કેસ માત્ર વુહાનમાંથી જ આવ્યા છે. તેવામાં આ આંકડો એક સકારાત્મક સંકેત છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube