US: બાળકોમાં કોરોના સંક્રમણના કેસમાં મોટો વધારો, હોસ્પિટલમાં દાખલ થયા રેકોર્ડ બાળકો
નિષ્ણાંતો પ્રમાણે આ ડેલ્ટા વેરિએન્ટને કારણે થઈ રહ્યું છે, કારણ કે તે આલ્ફા સ્ટ્રેનની તુલનામાં બાળકોને વધુ સંક્રમિત (Delta Variant being more likely to infect Children) કરે છે.
વોશિંગટનઃ અમેરિકામાં કોરોના વાયરસ (Coronavirus in America) ના ડેલ્ટા વેરિએન્ટને કારણે સંક્રમણના કેસમાં મોટો ઉછાળ જોવા મળી રહ્યો છે અને ઝડપથી બાળકો ઝપેટમાં આવી રહ્યાં છે. આ કારણે અમેરિકાની હોસ્પિટલોમાં દાખલ કોવિડ-19થી સંક્રમિત બાળકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. નિષ્ણાંતો પ્રમાણે આ ડેલ્ટા વેરિએન્ટને કારણે થઈ રહ્યું છે, કારણ કે તે આલ્ફા સ્ટ્રેનની તુલનામાં બાળકોને વધુ સંક્રમિત (Delta Variant being more likely to infect Children) કરે છે.
ઓછા રસીકરણને કારણે વધી રહી છે સમસ્યા
ઓછા રસીકરણ (Corona Vaccination) દરનો સામનો કરી રહેલા અમેરિકાના ઘણા ભાગમાં આ પ્રકૃતિ વિશેષ રૂપથી સામે આવી છે. ઓછા વેક્સિનેશનવાળા ક્ષેત્રોમાં કોવિડથી સંક્રમિત થનારા બાળકોની હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યામાં તેજી જોવા મળી રહી છે. ટેક્સાસ ચિલ્ડ્રન હોસ્પિટલના બાળ રોગ નિષ્ણાંત ડો. જેમ્સ વર્સાલોવિકે કહ્યુ- જુલાઈની શરૂઆતથી અમે મામલાની સંખ્યામાં સતત વૃદ્ધિ જોઈ છે અને અમે હોસ્પિટલમાં બાળકોના દાખલ થવામાં વધારો જોયો છે.
આ પણ વાંચોઃ Pakistan: 8 વર્ષના હિન્દુ છોકરાને મળી શકે છે મોતની સજા, ઈશનિંદાના આરોપમાં કેસ દાખલ
ડેલ્ટા વેરિએન્ટને કારણે વધ્યા કેસ
ડો. જેમ્સ વર્સાલોવિકે કહ્યુ- આને અહીં ચોથી લહેર માનવામાં આવી રહી છે અને આ ડેલ્ટા વેરિએન્ટને કારણ છે. ડેલ્ટા વેરિએન્ટ અત્યાર સુધી સામે આવેલા કોવિડના બધા સ્ટ્રેનમાં સૌથી વધુ સંક્રામક છે. કોરોનાથી સંક્રમિત 90 ટકાથી વધુ બાળકોમાં ડેલ્ટા વેરિએન્ટ જોવા મળ્યો છે.
12 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે વેક્સિન નહીં
ડોક્ટરે કહ્યુ- હકીકતમાં 12 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે અત્યાર સુધી વેક્સિન નથી. 12 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના બાળકોને વેક્સિન લગાવવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી અનેકને રસી લગાવવામાં આવી નથી. હજુ પણ આ ક્ષેત્રમાં 50 ટકાથી પણ ઓછા યુવા છે, જેને સંપૂર્ણ રીતે વેક્સીનેટ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ Corona ના ડેલ્ટા વેરિએન્ટથી ચીનમાં ડર, અધિકારીઓને આપવામાં આવી રહી છે સજા
12 વર્ષથી વધુ ઉંમરના લોકોને આપવામાં આવી રહી છે વેક્સિન
મહત્વનું છે કે અમેરિકામાં ફાઇઝરની કોરોના વેક્સિન (Pfizer Corona Vaccine for Children) ને મંજૂરી આપી દેવામાં આવી છે, પરંતુ તે 12થી 17 વર્ષના બાળકોને લગાવવામાં આવી રહી છે. ફાઇઝરે માર્ચમાં આંકડા જારી કરી જણાવ્યું હતું કે 12થી 15 વર્ષના 2260 વોલેન્ટિયર્સને આ વેક્સિન આપવામાં આવી, ત્યારબાદ કોઈ બાળકમાં કોરોના કેસ સામે આવ્યો નથી. તેમણે તે વાતનો દાવો કર્યો હતો કે તેની વેક્સિન બાળકો પર 100 ટકા અસરકારક છે.
ફ્લોરિડાની હોસ્પિટલોમાં દાખલ થયા રેકોર્ડ બાળકો
વિશ્લેષણ અનુસાર ફ્લોરિડાએ સતત આઠ દિવસ સુધી બાળકોના હોસ્પિટલમાં દાખલ થવાનો રેકોર્ડ બનાવ્યો. આ ત્યારે થઈ રહ્યું છે જ્યારે ટેક્સાસ અને ફ્લોરિડામાં મોટાભાગના વિદ્યાર્થીઓ આ મહિને સ્કૂલમાં પરત જવાના છે. આ વચ્ચે કેટલીક શાળાઓ તે વાત પર ચર્ચા કરી રહી છે કે શું બાળકો માટે માસ્કની જરૂરીયાત છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube