નવી દિલ્હીઃ ચીનમાં મહામારી બની ચુકેલા કોરોના વાયરસનો કહેવ વિશ્વના બીજા દેશોમાં પણ જોવા મળી રહ્યો છે. યૂરોપ અને અમેરિકા પણ તેનાથી બાકાત નથી. કોરોનાના વધતા કહેર છતાં એશિયાના કેટલાક દેશો એવા પણ છે જેણે આ ગંભીર વાયરસને કાબુમાં કરવા મોટી સફળતા મેળવી છે. સિંગાપુર, તાઇવાન અને હોંગકોંગ તેમાં મુખ્ય છે, જ્યાંની સરકારોએ આ વાયરસને કાબુમાં કરવા ઝડપથી પગલાં ભર્યા, તેની અસર પણ જોવા મળી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ દેશોએ કોરોનાનો કર્યો કંટ્રોલ
આંકડા પ્રમાણે, 14 માર્ચ સુધી હોંગકોંગમાં કોરોનાના 140 મામલા સામે આવ્યા છે, અને 4 લોકોના મોત થયા છે. સિંગાપુરમાં 200 મામલા સામે આવ્યા છે, જ્યારે તાઇવાનમાં 53 કોરોના ચેપના કેસ મળ્યા છે, એકનું મોત થયું છે. આ દેશોમાં કોરોનાના સામે આવેલા આંકડા તે માટે પણ મહત્વના છે કારણ કે ત્રણેય દેશ ચીનની ખુબ નજીક છે અને ખાસ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન છે. છતાં આ દેશોની સરકારોએ વાયરસને રોકવા માટે ઝડપથી પગલાં ભર્યા છે, તેની અસર છે કે અહીં ખતરનાક વાયરસનો વધુ પ્રભાવ જોવા મળ્યો નથી. 


હોંગકોંગે પ્રથમ કેસ આવતા ભર્યા જરૂરી પગલાં
ન્યૂયોર્ક ટાઇમ્સમાં છપાયેલા એક લેખમાં જણાવવામાં આવ્યું છે કે, કઈ રીતે આ દેશોમાં કોરોનાનો પ્રથમ કેસ સામે આવતા, અહીંની સરકારોએ કામ શરૂ કરી દીધું હતું. સિંગાપુરે સૌથી પહેલાં પ્રભાવિત ક્ષેત્રોમાં યાત્રા પર પ્રતિબંધ લગાવ્યો, જેનામાં પણ કોરોના વાયરસના લક્ષણો જોવા મળ્યા કેને ક્વારંટાઇનમાં મોકલવામાં આવ્યા હતા. આ સાથે લોકોને વધુમાં વધુ સમાજથી દૂર અને સ્વચ્છતા રાખવાનું કહેવામાં આવ્યું હતું. અધિકારીઓએ તાત્કાલિક ચેપી વ્યક્તિના સંપર્કમાં આવેલા લોકોને પણ અલગ કેન્દ્રમાં મોકલ્યા, જ્યાં તેની તપાસ કરવામાં આવી હતી. 


સિંગાપુરે વુહાનથી આવતા વિમાનો પર પ્રતિબંધો લગાવ્યા
તાઇવાન, હોંગકોંગ અને સિંગાપુરની સરકારોએ જે પગલાં ભર્યા આ કારણથી ચીનથી ખુબ નજીક હોવા છતાં આ વાયરસના મામલા ત્યાં વધુ ગંભીર ન થઈ શક્યા. સિંગાપુર પ્રથમ દેશ હતો જેણે સૌથી પહેલા ચીનના વુહાન શહેરથી આવતી પોતાની ફ્લાઇટો રોકી હતી. આ સિવાય ત્રણ વિશ્વ વિદ્યાલયોની હોસ્ટેલમાં તત્કાલ ક્વારંટાઇનની સુવિધા ઉપલબ્ધ કરાવી હતી. આ સિવાય હોટલ, ટ્રાન્સપોર્ટ કંપનીઓના માધ્યમથી વાયરસ પ્રભાવિત વિસ્તારનો પ્રવાસ કરનારની જાણકારી મેળવવામાં આવી અને તેને તપાસ માટે લઈ જવામાં આવ્યા હતા.


કોરોના પર SAARC દેશો સાથે પીએમ મોદીની ચર્ચા, કહ્યું- સાથે મળીને લડવું પડશે 


તાઇવાને લગાવ્યો આકરો દંડ
તાઇવાને કોરોના પર કાબુ મેળવવા અલગ તૈયારી કરી હતી. તેણે પ્રભાવિત વિસ્તારમાં ફ્લાઇટ પર પ્રતિબંધ ન લગાવ્યો. પરંતુ યાત્રીકોના પ્લેનની લેન્ડિંગમાં તેનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું. તાઇવાનમાં સ્થાનીક સ્તર પર ક્વારંટાઇનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી. સાથે ક્વારંટાઇન સાથે જોડાયેલા આદેશો ન માનવા પર 25 લાખ રૂપિયા સુધીનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. જાહેર સમારહો અને ધાર્મિક સેવાઓ પર પ્રતિબંધ લગાવ્યો અને તમામ શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી. આ ત્રણેય ક્ષેત્રમાં જે રીતે પગલાં ભર્યા તેના કારણે કોરોના એટલો ખતરનાક ન બની શક્યો. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો વિશ્વના અન્ય સમાચાર