કોરોના પર સાર્ક દેશોની ચર્ચામાં પાકિસ્તાને ઉઠાવ્યો કાશ્મીરનો મુદ્દો
કોરોના વાયરસની મહામારી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાર્ક દેશના નેતાઓ સાથે વીડિયો કોન્ફરન્સથી વાતચીત કરી રહ્યાં છે.
Trending Photos
નવી દિલ્હીઃ હાલ વિશ્વભરમાં કોરોના વાયરસને કારણે ડરનો માહોલ છે. દેશ-વિદેશમાં કોરોનાને મહામારી જાહેર કરવામાં આવી છે. આ જીવલેણ વાયરસને કારણે ભારતમાં બે લોકો જીવ ગુમાવી ચુક્યા છે. કેન્દ્ર સરકારે કોરોના વાયરસને રાષ્ટ્રીય આપદા જાહેર કરી છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહામારીનો સામનો કરવા માટે દેશ અને વૈશ્વિક સ્તર પર અભિયાન ચલાવી રહ્યાં છે. આ કડીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે વીડિયો કોન્ફરન્સ દ્વારા સાર્ક દેશોના નેતાઓ સાથે ચર્ચા કરી છે. જેમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટબયા રાજપક્ષે, બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના, અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની, માલદીવના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ સોલી, ભૂટાનના વડાપ્રધાન અને નેપાળના વડાપ્રધાન પણ સામેલ છે.
પીએમ મોદીએ કહ્યું- ડરવાની જરૂર નથી
નરેન્દ્ર મોદીએ રવિવારે કોરોના વાયરસ પર સાર્ક દેશોની સાથે વીડિયો કોન્ફરન્સથી ચર્ચા કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે, આપણે કોરોનાથી ડરવાની જરૂર નથી પરંતુ સાથે લડવાની જરૂર છે. તેમણે કહ્યું કે, સાર્ક દેશોએ સાવધાની રાખવી પડશે.
PM Narendra Modi at video conference of all SAARC member countries,over #COVID19: Our people-to-people ties are ancient and our societies are deeply interconnected. Therefore, we must all prepare together, act together and succeed together. https://t.co/ySaSrpoR9K
— ANI (@ANI) March 15, 2020
સાર્ક દેશોમાં 150થી ઓછા કેસ આવ્યા સામે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સાર્ક દેશોમાં 150થી ઓછા કેસ સામે આવ્યા છે. ભારતમાં કોરોનાને લઈને જાગરૂકતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. કોરોનાને વિશ્વ આરોગ્ય સંગઠને મહામારી જાહેર કરી છે. કોરોનાથી સાવધાન રહેવાની જરૂર છે. ભારતમાં જાન્યુઆરીથી સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. કોરોનાના ખતરાને જોતા 1400 ભારતીયોને અલગ-અલગ દેશોમાંથી પરત લાવવામાં આવ્યા છે.
Maldives President Ibrahim Mohamed Solih at video conference of all SAARC member countries,over #COVID19: The Maldives is fortunate to have received general assistance from India and I convey my Government's appreciation to Mr Modi and people of India. pic.twitter.com/vUSZaJmJUs
— ANI (@ANI) March 15, 2020
- અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ કહ્યું કે, ભારત સાર્કનું મહત્વપૂર્ણ સભ્ય છે. ભારત શંઘાઈ કો-ઓપરેશનનું પણ સભ્ય છે. ચીનના ઉપાય આપણા માટે કેટલા સફળ છે, તે જોવાની જરૂર છે. જેથી આપણે ઈરાનની મદદ કરી શકીએ. તેમણે કહ્યું કે, ચીન અમેરિકા કે પછી ઈરાન વગેરેની વસ્તુ આપણા માટે ઉપયોગી નથી.
President of Afghanistan Ashraf Ghani: We should create a common framework for tele-medicine to combat #Coronavirus. The closing of borders will result in a significant problem of availability of food, medicines & basic goods. pic.twitter.com/voRB6wFVuC
— ANI (@ANI) March 15, 2020
- માલદીપના રાષ્ટ્રપતિએ પીએમ મોદીનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે, સંકટના સમયમાં આપણે સાથે આવીએ છીએ. 2003માં સાર્સના ખતરાના સમયે માલદીપે સાર્કના સ્વાસ્થ્ય મંત્રીઓની બેઠક યોજી હતી. કોઈ દેશ એકલો આ વાયરસનો સામનો ન કરી શકે, તે માટે બધાની મદદ જોઈએ. તેમણે કહ્યું કે, માલદીવ ભાગ્યશાળી છે કે તેને ભારતની સહાયતા મળી છે. તે માટે ભારતના લોકો અને પીએમ મોદીનો આભાર વ્યક્ત કરુ છું. અમારા માટે દવાઓ અને મેડિકલ ટીમ મોકલવામાં આવી છે.
- માલદીવના રાષ્ટ્રપતિએ કહ્યું કે, પહેલો કેસ સામે આવ્યા બાદ પર્યટનમાં ખુબ ઘટાડો થયો છે. જો પર્યટકોમાં ઘટાડો યથાવત રહ્યો તો માલદીવની અર્થવ્યવસ્થા પર પણ તેની અસર પડશે.
Maldives President Ibrahim Mohamed Solih at video conference of all SAARC member countries,over #COVID19: The Maldives is fortunate to have received general assistance from India and I convey my Government's appreciation to Mr Modi and people of India. pic.twitter.com/vUSZaJmJUs
— ANI (@ANI) March 15, 2020
- શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેએ વીડિયો કોન્ફરન્સનું આયોજન કરવા માટે પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, શ્રીલંકામાં આ વાયરસને ફેલાતો રોકવો અમારા માટે એક મોટો પડકાર છે. તેમણે કહ્યું કે, શ્રીલંકા પરત આવનારા લોકોને 14 દિવસ સુધી આઇસોલેશનમાં રાખવામાં આવી રહ્યાં છે. અમે યુનિવર્સિટી અને શિક્ષણ સંસ્થાઓને બંધ કરી દીધી છે.
Sri Lanka President Gotabaya Rajapaksa: Our economy has taken serious blow, particularly tourism sector which was just recovering after last years' terrorist attack. I strongly recommend SAARC leaders to formulate mechanism to assist our economies to tide over difficult period. https://t.co/RpxBRqjWVn
— ANI (@ANI) March 15, 2020
- બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ વડાપ્રધાન મોદીનો આભાર માન્યો હતો. તેમણે આ સાથે કહ્યું કે, વુહાનથી અમારા 23 વિદ્યાર્થીઓને પરત લાવવા માટે ભારતનો આભાર. તેમણે કહ્યું કે, અમે તમામ જિલ્લા હોસ્પિટલોમાં કોવિડ-19ના દર્દીઓ માટે ખાસ બેડ લગાવ્યા છે. અમારી પાસે ટેસ્ટિંગ કિટ, ઇન્ફ્રારેડ થર્મોમીટર વગેરે છે.
Sheikh Hasina,Prime Minister of Bangladesh at video conference of SAARC,over #COVID19: To continue this dialogue at technical level, our Health Ministers, Health Secretaries & health experts should also hold this kind of video conferences to discuss specific areas of cooperation. https://t.co/XsCpu2Rcjo pic.twitter.com/IuNIt6lzgF
— ANI (@ANI) March 15, 2020
- નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ કહ્યું કે, હું પીએમ મોદીનો આ ચર્ચાના આયોજન માટે આભાર માનું છું. ઘણી એજન્સીઓની કો-ઓર્ડિનેશન કમિટી બનાવવામાં આવી છે. અમે વિદેશીઓ અને નોન રેસિડેન્ટ નેપાળી લોકોની અવર-જવર પર પ્રતિબંધ લગાવ્યો છે.
Nepal PM KP Sharma Oli: I would like to thank PM Modi ji for taking this important & timely initiative. Our collective wisdom and efforts will help us devise a sound and robust strategy for the #SAARC region as we fight #COVID19. pic.twitter.com/zRtsZonIM2
— ANI (@ANI) March 15, 2020
- ભૂટાનના વડાપ્રધાન લોટે શેરિંગે પણ પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, આ બીમારીનો સામનો કરવા માટે બધાએ સાથે આવવું જરૂરી છે. અમારા દેશમાં પ્રથમ કેસ સામે આવ્યા બાદ તેની સારવાર અને તેની સંપર્કમાં આવનારા 48 લોકોની ઓળખ કરવા માટે અમે ઘણી મહેનત કરી છે.
- પાકિસ્તાન તરફથી આ ચર્ચામાં જફર મિર્ચા સામેલ થયા હતા. તેમણે કહ્યું કે, જે રીતે કોરોનાથી 138 દેશો પ્રભાવિત છે, તે માટે કોઈપણ દેશ પગલાં ભર્યા વિના રહી શકે નહીં. તેમણે કહ્યું કે, કોવિડ-19ના ફેલાવને સીમિત રાખવામાં પાકિસ્તાન સફળ રહ્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પણ તેની પ્રશંસા કરી છે.
પીએમ મોદીએ રાખ્યો ઇમરજન્સી ફંડ બનાવવાનો પ્રસ્તાવ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાર્ક દેશો સાથે ચર્ચા દરમિયાન કોવિડ-19 માટે ઇમરજન્સી ફંડ બનાવવાનો પ્રસ્તાવ રાખ્યો છે. તેમણે કહ્યું કે, આ માટે ભારત 10 મિલિયન અમેરિકી ડોલરની મદદનો પ્રસ્તાવ આવે છે. તેનો ઉપગોય ગમે તે કરી શકે છે. આ સાથે પીએમ મોદીએ કહ્યું કે, આપણે ઇમરજન્સી રિસ્પોન્સ ટીમો માટે ઓનલાઇન ટ્રેનિંગ કેપ્શૂલ પણ બનાવી શકીએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે