કેનબરાઃ ઓસ્ટ્રેલિયાએ કોરોના વાયરસના વધતા કેસને જોતા પોતાના બીજા સૌથી મોટા શહેર મેલબોર્નમાં ફરી નાઇટ કર્ફ્યૂની જાહેરાત કરી છે. દિવસમાં અહીં લોકો પોતાના ઘરેથી પાંચ કિલોમીટરની અંદર યાત્રા કરી શકશે. આ કર્ફ્યૂ આગામી છ સપ્તાહ સુધી યથાવત રહેશે. રાત્રે 8 કલાકથી લઈને સવારે 5 કલાક સુધી માત્ર જરૂરી સેવા સાથે જોડાયેલા લોકો, સ્વાસ્થ્યકર્મી અને પોલીસને જ બહાર નિકળવાની મંજૂરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્ટેજ 4નો પ્રતિબંધ લગાવવામાં આવશે
વિક્યોરિયા રાજ્યના પ્રીમિયરવ ડેનિયલ એંન્ડ્રયૂઝે રાજ્ય આપદાની જાહેરાત કરતા મેલબોર્નમાં સ્ટેજ 4ના પ્રતિબંધો લગાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતોએ કહ્યું કે, મેલબોર્નમાં કોરોના વાયરસ સંક્રમણની સ્થિતિ વધુ ભયાનક થવાની છે. તેમના અનુસાર, 13 સપ્ટેમ્બર સુધી આ શહેરમાં કોરોનાના કેસ ઉચ્ચ સ્તર પર જઈ શકે છે. અહીં જુલાઈની શરૂઆતમાં કર્ફ્યૂ લગાવવામાં આવ્યું હતું પરંતુ તેનાથી સંક્રમણના પ્રસાર પર કોઈ અસર ન પડી. 


તંત્રએ પ્રતિબંધોને લઈ આપી ચેતવણી
ડેનિયલ એન્ડ્રયૂઝે ચેતવણી આપતા કહ્યું કે, કોરોનાથી બચાવ માટે સમયનો પ્રતિબંધ, સાવધાની અને ચેતવણીનો સમય હવે પૂરો થઈ ગયો છે. જો કર્ફ્યૂ દરમિયાન તમે ઘર પર નથી અથવા તમને કોરોના સંક્રમણ છે અને તમે પોતાના બિઝનેસ પર જઈ રહ્યાં છે તો આક્રમક રીતે તમારો સામનો કરવામાં આવશે. અહીં બધાનું જીવન દાવ પર લાગેલું છે. 


UNમાં નેપાળની નક્શા'બાજી' ન ચાલી, ઓલી સરકારને પડ્યો જબરદસ્ત ફટકો!


દિવસમાં પણ ઘણા પ્રતિબંધ
આ દરમિયાન મેલબોર્નના લોકો  દિવસમાં માત્ર એક કલાકની એક્સરસાઇઝ કરી શકે છે. આ સિવાય તેને ઘરથી પાંચ કિલોમીટર દૂર જવાની મંજૂરી મળશે નહીં. દરેક ઘરમાંથી એક વ્યક્તિને જરૂરી વસ્તુની ખરીદી કરવાની મંજૂરી રહેશે. 


શાળા-કોલેજ અને લગ્ન પર પ્રતિબંધ
મેલબોર્નમાં મોટા ભાગની શાળા અને વિશ્વ વિદ્યાલયો થોડા દિવસ પહેલાં શરૂ થઈ ગયા હતા. જેને ફરી બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. હવે વિદ્યાર્થીઓ ઘરે બેસીને ઓનલાઇન અભ્યાસ કરશે. આ સિવાય શહેરમાં લગ્ન સમારોહ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube