કોરોના સંકટ: 32 હજાર ભારતીયોએ UAEથી પરત ફરવા માટે એમ્બેસીમાં કરાવ્યું રજીસ્ટ્રેશન
કોરોના વાયરસનું મહાસંકટ માત્ર ભારત જ નહી પરંતુ વિશ્વનાં મોટા ભાગનાં દેશોમાં છે. ભારતની બહાર કામ કરવા માટે ગયેલા હજારો લોકો આ સંકટના કારણે ફસાઇ ચુક્યા છે. તેઓને પરત લાવવા માટે સતત કામગીરી ચાલી રહી છે. આ તરફ સંયુક્ત અરબ અમીરાત (UAE) થી ભારત પરત આવવા માટે આશરે 32 હજાર લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ તમામ રજીસ્ટ્રેશન ભારતીય દુતાવાસમાં કરવામાં આવી રહ્યા છે.
નવી દિલ્હી: કોરોના વાયરસનું મહાસંકટ માત્ર ભારત જ નહી પરંતુ વિશ્વનાં મોટા ભાગનાં દેશોમાં છે. ભારતની બહાર કામ કરવા માટે ગયેલા હજારો લોકો આ સંકટના કારણે ફસાઇ ચુક્યા છે. તેઓને પરત લાવવા માટે સતત કામગીરી ચાલી રહી છે. આ તરફ સંયુક્ત અરબ અમીરાત (UAE) થી ભારત પરત આવવા માટે આશરે 32 હજાર લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ તમામ રજીસ્ટ્રેશન ભારતીય દુતાવાસમાં કરવામાં આવી રહ્યા છે.
આનંદો : પાન-મસાલા, સિગરેટ અને તંબાકુના વેચાણને પરવાનગી, સરકારે આ શરત સાથે આપી છુટ
બુધવારે રાત્રે અબુધાબીમાં હાજર ભારતીય દુતાવાસનાં લોકોના ઘરે પરત ફરવા માટે રજીસ્ટ્રેશન કરાવવા માટે જણાવ્યું હતું. ત્યાર બાદ હજારો લોકોએ તુરંત જ વેબસાઇટ પર લોઇન કરી દીધું, જેના કારણે ટેક્નિકલ ખામી પણ સર્જાઇ હતી. જો કે હવે તેને સુધારવામાં આવ્યું છે અને રજીસ્ટ્રેશન ફરી એકવાર ચાલુ થઇ ચુક્યું છે.
લોકડાઉન 3.0: ટ્રેન-પ્લેન-મેટ્રો રહેશે બંધ, આટલી બાબતોને સરકારે આપી છુટ
જો કે આમાં સુધારો કરવામાં આવ્યો છે, હવે રજીસ્ટ્રેશન ચાલુ છે. અત્યાર સુધી 32 હજાર લોકો ભારત પરત આવવા માટે રજીસ્ટ્રેશન કરાવી ચુક્યા છે. હવે દૂતાવાસ પ્રાથમિકતાના આધારે લોકોને પરત મોકલશે, જેમાં સૌથી પહેલા મહિલાઓ અને બુઝુર્ગોને પ્રાથમિકતા આપવામાં આવશે.
લોકડાઉન 3.0 : મોદી સરકારે સાહસિક નિર્ણય લેતા લોકડાઉન 17 મે સુધી લંબાવ્યું
દૂતાવાસનું કહેવું છે કે, આપણે જાણીએ છીએ કે, લોકોને ઘર જવાનું છે પરંતુ લોકડાઉનનું પાલન કરવું પણ જરૂરી છે. જે પણ રજીસ્ટ્રેશ કરાવશે તેને જ આગળની પ્રક્રિયા હેઠળ ઘરે જવા દેવામાં આવશે. જો કે હજી સુધી તે નક્કી નથી થયું કે, તેઓ ઘર વાપસી ક્યારે ચાલુ થશે. જો કે જે પ્રકારે ભારત સરકાર વિમાનની સેવાને મંજૂરી આપે છે, તુરંત લોકોને ઘર જવા દેવામાં આવશે.
લોકડાઉનમાં ફસાયેલા શ્રમજીવી- વિદ્યાર્થી માટે સ્પેશ્યલ ટ્રેનોની વ્યવસ્થા, મોદી સરકારે આપી પરવાનગી
ઉલ્લેખનીય છે કે, વિશ્વનાં અનેક દેશોમાં ભારતીય લોકો ફસાયેલા છે. શરૂઆતમાં સરકારની તરફથી ઘણા દેશમાંથી સેંકડો લોકોને કાઢવામાં આવ્યા હતા, પરંતુ જ્યારે કોરોના વાયરસનું સંકટ સતત વધતું ગયું તો તમામ વિમાન સેવા રદ્દ થઇ ગઇ. જેના કારણે હજારો લોકો વિદેશમાં જ ફસાઇ ગયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube