લોકડાઉન 3.0 : મોદી સરકારે સાહસિક નિર્ણય લેતા લોકડાઉન 17 મે સુધી લંબાવ્યું
મોદી સરકારે મોટો નિર્ણય લેતા સમગ્ર દેશમાં લોકડાઉન બે અઠવાડીયા માટે વધારી દીધો છે. હવે લોકડાઉન 17 મે સુધી વધારી દેવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદીએ આજે મંત્રીઓ સાથે બેઠક કરી હતી. સુત્રો અનુસાર ગ્રીન ઝોનમાં કેટલીક છુટછાટ મળશે. 40 દિવસનું લોકડાઉન 3 મેના રોજ પુર્ણ થવા જઇ રહ્યું છે. સરકારે નવા નિર્ણય અનુસાર અત્યારે લોકડાઉન 17 મે સુધી ચાલશે.
Trending Photos
નવી દિલ્હી : મોદી સરકારે મોટો નિર્ણય લેતા સમગ્ર દેશમાં લોકડાઉન બે અઠવાડીયા માટે વધારી દીધો છે. હવે લોકડાઉન 17 મે સુધી વધારી દેવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદીએ આજે મંત્રીઓ સાથે બેઠક કરી હતી. સુત્રો અનુસાર ગ્રીન ઝોનમાં કેટલીક છુટછાટ મળશે. 40 દિવસનું લોકડાઉન 3 મેના રોજ પુર્ણ થવા જઇ રહ્યું છે. સરકારે નવા નિર્ણય અનુસાર અત્યારે લોકડાઉન 17 મે સુધી ચાલશે.
સરકારે કોરોના વાયરસના સંક્રમણથી ઉપજેલી સ્થઇતીની વ્યાપક સમીક્ષા કરતા આ નિર્ણય લીધો. ગૃહમંત્રાલયે ડિઝાસ્ટર મેનેજમેન્ એક્ટ 2005 હેઠળ આજે આદેશ બહાર પાડીને નિર્ણય લીધો. ગૃહમંત્રાલયે ડિઝાસ્ટર એખ્ટ 2005 હેઠળ આજે આદેશ બહાર પાડ્યો અને લોકડાઉનનાં બે અઠવાડીયા માટે વધારવાનો નિર્ણય લીધો. ગ્રીન ઝોનમાં શરતો સાથે બસ ચાલશે. બસમાં ક્ષમતાથી અડધા જ લોકોને બેસવા માટેની પરવાનગી હશે. સિનેમા મોલ, જિમ, ક્લબ 17 મે સુધી બંધ રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે