Coronavirus New Variant: દુનિયાભરમાં ઓમિક્રોન અને ડેલ્ટાના જોખમ વચ્ચે કોરોનાના નવા વેરિએન્ટની જાણકારી મળી છે. વૈજ્ઞાનિકોએ એવી આશંકા વ્યક્ત કરી છે કે નવો વેરિએન્ટ કોરોનાના અન્ય તમામ વેરિએન્ટની સરખામણીમાં ઘણો ઘાતક સાબિત થઈ શકે છે. કોરોનાના આ નવા વેરિએન્ટને નિયોકોવ(NeoCov) નામ આપવામાં આવ્યું છે. આ વેરિએન્ટને જોખમી ગણાવવામાં આવી રહ્યો છે. ચીનની વુહાન યુનિવર્સિટીના રિસર્ચર્સે દક્ષિણ આફ્રિકાના ચામાચિડિયાઓમાં એક નવા પ્રકારના કોરોના વાયરસની ભાળ મેળવી છે. તેમણે પોતાના રિસર્ચમાં દાવો કર્યો છે કે તેમાં મ્યૂટેન્ટની ક્ષમતા વધુ છે. આ બાજુ WHO એ કહ્યું કે તેની ક્ષમતાને હજુ વધુ સ્પષ્ટતાની જરૂર છે. ચીનની વુહાન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોના જણાવ્યાં મુજબ નિયોકોવ સાર્સસીઓવી-2ની જેમ જ માનવ કોશિકાઓમાં પ્રવેશ કરી શકે છે. જો કે હજુ સુધી તેનો પીયર રિવ્યૂ કરવામાં આવ્યો નથી એટલે કે આ અનુસંધાનની પૂર્ણ સમીક્ષા કરવાની હજુ બાકી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) ના જણાવ્યાં મુજબ દક્ષિણ આફ્રિકામાં ચામાચિડિયાઓમાંથી મળી આવેલો નિયોકોવ વાયરસ મનુષ્યો માટે જોખમ છે કે નહીં તે સવાલ પર હજુ વધુ અભ્યાસની જરૂર છે. તેણે તાસ સમાચાર એજન્સીના હવાલે કહ્યું કે શું રિસર્ચમાં મળી આવેલો વાયરસ મનુષ્યો માટે જોખમ પેદા કરશે, તે જાણવા માટે આગળના અભ્યાસની જરૂર રહેશે. WHO નું કહેવું છે કે તેના એનિમલ હેલ્થ, ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન તથા યુએન એન્વાયર્મેન્ટ પ્રોગ્રામે આ ઉભરતા નિયોકોવ વાયરસ પર નજર રાખવાનું શરૂ કરી દીધુ છે અને આ વાયરસના સંભવિત જોખમ પર જાણકારીઓ ભેગી કરવાનું પણ શરૂ કર્યું છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube