ફ્રાન્સના નોબલ વિજેતા વૈજ્ઞાનિકનો મોટો દાવો, વેક્સિનેશનથી ઉત્પન્ન થઈ રહ્યાં છે કોરોના વાયરસના નવા વેરિએન્ટ
પ્રોફેસર મોન્ટૈન્ગિયરનો દાવો છે કે, વેક્સિન વાયરસને રોકતી નથી પરંતુ તેનાથી વિપરીત કામ કરે છે અને વાયરસને વધુ શક્તિશાળી બનાવે છે. રસીકરણને કારણે કોરોનાના નવા વેરિએન્ટ વધુ નુકસાન પહોંચાડી શકે છે.
નવી દિલ્હીઃ દુનિયાભરના વૈજ્ઞાનિકોનું તે માનવું છે કે કોરોના મહામારીને ખતમ કરવાનો એકમાત્ર ઉપાય રસીકરણ છે, જે ભારત, અમેરિકા, બ્રિટન સહિત ઘણા દેશોમાં ઝડપથી ચાલી રહ્યું છે. પરંતુ આ વચ્ચે ફ્રાન્સના નોબલ પુરસ્કાર વિજેતા પ્રોફેસર લ્યૂક મોન્ટૈન્ગિયર એક ચોંકાવનાદો દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે રસીકરણથી કોરોના વાયરસ ખતમ થઈ રહ્યો નથી પરંતુ તેના નવા-નવા વેરિએન્ટ ઉત્તપન્ન થઈ રહ્યાં છે. હકીકતમાં પ્રોફેસરનો એક વીડિયો આ દિવસોમાં સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ દાવો કરી રહ્યાં છે. તેઓ એક વાયરોલોજિસ્ટ છે અને 12 વર્ષ પહેલા એટલે કે 2008માં તેમણે નોબલ પુરસ્કાર જીત્યો હતો.
પ્રોફેસર મોન્ટૈન્ગિયરનો દાવો છે કે, વેક્સિન વાયરસને રોકતી નથી પરંતુ તેનાથી વિપરીત કામ કરે છે અને વાયરસને વધુ શક્તિશાળી બનાવે છે. રસીકરણને કારણે કોરોનાના નવા વેરિએન્ટ વધુ નુકસાન પહોંચાડી શકે છે.
હકીકતમાં આ મહિનાની શરૂઆતમાં પ્રોફેસર મોન્ટૈન્ગિયરે એક ઈન્ટરવ્યૂ આપ્યુ હતુ, જેમાં તેમણે કોરોના વાયરસને લઈને ઘણા પ્રકારના દાવાઓ કર્યા હતા. તેમના ઈન્ટરવ્યૂને અમેરિકાના આરએઆઈઆર ફાઉન્ડેશને ટ્રાન્સલેટ કર્યું છે. ઇન્ટરવ્યૂમાં તેમણે દાવો કર્યો કે મહામારી સાથે જોડાયેલ વૈજ્ઞાનિકોને કોરોના વેક્સિન સાથે જોડાયેલા તથ્યો વિશે ખ્યાલ છએ પરંતુ તે ચુપ છે.
આ પણ વાંચોઃ Corona in World: વિશ્વમાં કોરોનાથી આશરે 35 લાખ લોકોના મૃત્યુ, આ દેશ સૌથી વધુ પ્રભાવિત
ઇન્ટરવ્યૂમાં પ્રોફેસર મોન્ટૈન્ગિયરે સવાલ પૂછવામાં આવ્યો કે જાન્યુઆરીથી રસીકરણ શરૂ થયા બાદ કોરોના સંક્રમણના નવા કેસ અને તેનાથી થનાર મોતનો આંકડો ઝડપથી વધી રહ્યો છે, તેના પર તમારો શું મત છે? તેના જવાબમાં પ્રોફેસરે કહ્યું- કોરોનાનું રસીકરણ અભિયાન એક અસ્વીકાર્ય ભૂલ છે. સામૂહિક રસીકરણ એક વૈજ્ઞાનિક ત્રુટિ હોવાની સાથે સાથે એક સ્વાસ્થ્ય ત્રુટિ પણ છે. તેમણે કહ્યું કે, વેક્સિન એન્ટીબોડી બનાવે છે, જે વાયરસને બીજો રસ્તો શોધવા કે મરવા પર મજબૂર કરે છે અને આ કારણે નવા વેરિએન્ટ પણ ઉદ્ભવે છે.
પ્રોફેસર મોન્ટૈન્ગિયરે કહ્યુ કે, દરેક દેશમાં એક જેવી સ્થિતિ છે. રસીકરણનો ગ્રાફ કોરોનાને કારણે થતા મોતના ગ્રાફની સાથે ચાલી રહ્યો છે. તેમણે કહ્યું કે, વેક્સિન લીધા બાદ જે લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે, તેની સાથે તે પ્રયોગ કરી રહ્યાં છે. સાથે તેમણે કહ્યું કે, હું તમને દેખાડીશ કે રસીકરણથી કોરોનાના નવા વેરિએન્ટ બની રહ્યાં છે, જે વેક્સિન માટે પ્રતિરોધી છે.
આ પણ વાંચોઃ બાઇડેન અને પુતિન જિનેવામાં કરશે મુલાકાત, શું અમેરિકા અને રશિયાના સંબંધોમાં થશે સુધાર
આ પહેલા પણ પ્રોફેસર મોન્ટૈન્ગિયર કોરોના વાયરસને લઈને ચોંકાવનારો દાવો કર્યો હતો. આ વર્ષે એપ્રિલમાં તેમણે દાવો કર્યો હતો કે કોરોના વાયરસ લેબમાં તૈયાર થયેલો વાયરસ છે, એટલે કે તે માનવ નિર્મિત છે, જ્યારે માર્ચમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને દાવો કર્યો હતો કે વુહાન લેબથી કોરોના ફેલાયો નથી, પરંતુ જાનવરોથી મનુષ્યો સુધી પહોંચ્યો છે. પરંતુ હજુ તે રહસ્ય છે કે કોરોના વાયરસની ઉત્પત્તિ કઈ રીતે થઈ?
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube