બાઇડેન અને પુતિન જિનેવામાં કરશે મુલાકાત, શું અમેરિકા અને રશિયાના સંબંધોમાં થશે સુધાર

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન 16 જૂને સ્વિત્ઝરર્લેન્ડના જિનેવામાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરશે. 

બાઇડેન અને પુતિન જિનેવામાં કરશે મુલાકાત, શું અમેરિકા અને રશિયાના સંબંધોમાં થશે સુધાર

વોશિંગટનઃ અમેરિકા અને રશિયા વચ્ચે કઠોર સંબંધો નરમ થઈ શકે છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન 16 જૂને સ્વિત્ઝરર્લેન્ડના જિનેવામાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરશે. વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ જેન સાકીએ જાણકારી આપતા કહ્યું કે, બન્ને દેશો વ્યાપક મુદ્દા પર ચર્ચા કરશે કારણ કે અમે અમેરિકા-રશિયા વચ્ચે ભવિષ્યમાં સારા સંબંધની સ્થાપના અને સ્થિરતા ઈચ્છીએ છીએ. 

આ વાર્તા બન્ને દેશો વચ્ચે ચાલી રહેલા તણાવને ઓછો કરવા અને સંબંધોમાં સકારાત્મક પહેલને લઈને થશે. મહત્વનું છે કે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને બન્ને દેશો વચ્ચે સંબંધમાં સુધારની પહેલ કરતા રશિયન રાષ્ટ્રપતિને આમંત્રણ મોકલ્યું હતું. 

— ANI (@ANI) May 25, 2021

અમેરિકી પ્રેસ સચિવ જેન સાકીએ કહ્યું કે, રશિયા તરફથી અત્યાર સુધી ઉઠાવવામાં આવેલા પગલાથી અમેરિકાની સંપ્રભુતાને નુકસાન પહોંચે છે. અમે અમારા રાષ્ટ્રહિતોની રક્ષા કરીશું. આ પહેલા રાષ્ટ્રપતિ બાઇડેને પુતિન સાથે ફોન પર વાત કરી હતી. તેમણે યૂક્રેન અને ક્રીમિયામાં અચાનક થનારી રશિયન સેનાની ગતિવિધિઓને લઈને ચિંતા પ્રગટ કરી હતી. 

આ સિવાય બન્ને દેશો વચ્ચે બેઠકના ઘણા કારણ માનવામાં આવી રહ્યાં છે. તેમાં અમેરિકા તરફથી 32 રશિયાની સંસ્થાઓ પર લગાવેલ પ્રતિબંધ અને 2020ની ચૂંટણીમાં રશિયા સામેલ હોવા અને અમેરિકા નેટવર્કની સપ્લાય ચેન સોફ્ટવેર હેકિંગ જેવા મુદ્દા છે. પરંતુ રશિયા અત્યાર સુધી આ આરોપોને નકારતું રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news