Omicron ના વધતા જોખમ વચ્ચે WHO યુરોપે આપી ચેતવણી, `5થી 14 વર્ષના બાળકોમાં વધી રહ્યું છે સંક્રમણ`
દક્ષિણ આફ્રિકા (South Africa) થી ફેલાયેલા કોરોના વાયરસના ઓમિક્રોન વેરિએન્ટ (Omicron variant)ને લઈને એકબાજુ જ્યાં દહેશતનો માહોલ છે ત્યાં બીજી બાજુ વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ બાળકોમાં સંક્રમણ અંગે એક મહત્વની જાણકારી શેર કરી છે.
નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકા (South Africa) થી ફેલાયેલા કોરોના વાયરસના ઓમિક્રોન વેરિએન્ટ (Omicron variant)ને લઈને એકબાજુ જ્યાં દહેશતનો માહોલ છે ત્યાં બીજી બાજુ વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ બાળકોમાં સંક્રમણ અંગે એક મહત્વની જાણકારી શેર કરી છે. WHO ના યુરોપ કાર્યાલયે મંગળવારે જણાવ્યું કે 5થી 14 વર્ષના બાળકોમાં સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે.
WHO યુરોપના રિજીયોનલ ડાયરેક્ટર ડો. હેન્સ ક્લૂઝે કહ્યું કે રસીકરણથી રાહત મળી છે અને ગત પીકની સરખામણીમાં મોતની સંખ્યા પણ ઘટી છે. પરંતુ તેમણે સાથે સાથે એમ પણ કહ્યું કે 53 દેશોમાં છેલ્લા બે મહિનામાં કોરોનાના કેસ અને મોતની સંખ્યા બમણી થઈ છે.
તેમણે કહ્યું કે ડેલ્ટા વેરિએન્ટ હજુ પણ ફેલાઈ રહ્યો છે અને આ બધા વચ્ચે ઓમિક્રોન વેરિએન્ટનના પણ 21 દેશોમાં 432 કેસ સામે આવ્યા છે. તેમણે કહ્યું કે યુરોપ અને મધ્ય એશિયામાં ડેલ્ટા વેરિએન્ટ હજુ પણ ડોમિનેટ છે અને અમે જાણીએ છીએ કે રસી ગંભીર બીમારી અને મોતને રોકવામાં પ્રભાવી છે. નવા વેરિએન્ટ પર તેમણે કહ્યું કે હજુ એ જોવાનું બાકી છે કે ઓમિક્રોન વધુ ગંભીર છે કે ઓછો.
બાળકોમાં સંક્રમણના કેસ 2થી 3 ગણા વધ્યા
ક્લૂઝે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે યુરોપના અનેક દેશોમાં બાળકોમાં સંક્રમણના કેસ બેથી ત્રણ ગણા વધ્યા છે. જો કે તેમણે એમ પણ કહ્યું કે વૃદ્ધો, હેલ્થકેર વર્કર્સ અને નબળી ઈમ્યુન સિસ્ટમવાળાની સરખામણીમાં બાળકોએ ઓછા ગંભીર સંક્રમણનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે કહ્યું કે શાળામાં રજા પડતા જ બાળકો માતા પિતા કે દાદા દાદીના ઘર પર વધુ રહે છે. જેનાથી બાળકો દ્વારા તેમનામાં સંક્રમણ ફેલાય છે. આ સાથે જ જો તેમને રસી ન મળી હોય તો એવા લોકોને ગંભીર બીમારી કે મોતનું જોખમ 10 ગણુ વધી જાય છે. તેમણે કહ્યું કે બાળકોથી બીમારીઓ ફેલાવવાનું જોખમ વધુ રહે છે.
સંયુક્ત રાષ્ટ્રના વીકલી રિપોર્ટ મુજબ હાલ યુરોપ કોરોના મહામારીનું એપિસેન્ટર બનેલું છે. દુનિયાભરમાં થનારી 61 ટકા મોત અને 70 ટકા કેસ અહીંથી જ આવે છે.
કંપનીના CEO એ Zoom મીટિંગ યોજી એક ઝટકે 900 કર્મચારીઓને કાઢી મૂક્યા, કારણ જાણી દંગ રહી જશો
સ્પેનમાં 5થી 11 વર્ષના બાળકોને મળશે રસી
વધતા જોખમ વચ્ચે સ્પેનના સ્વાસ્થ્ય મંત્રાલયે 5થી 11 વર્ષના બાળકોને કોરોના રસી આપવાની મજૂરી આપી દીધી છે. યુરોપના અનેક દેશોમાં પહેલેથી જ બાળકોનું રસીકરણ શરૂ થઈ ગયું છે. સ્પેનના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે 13 ડિસેમ્બરે 32 લાખ ડોઝ આવશે અને ત્યારબાદ 15 ડિસેમ્બરથી બાળકોનું રસીકરણ શરૂ થઈ જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube