ટાઈમ ટ્રાવેલરનો મોટો દાવો : '25 ડિસેમ્બરની તારીખ યાદ રાખજો, એવું કઈંક ઘટવાનું છે જેનાથી આખી દુનિયા બદલાઈ જશે'

વ્યક્તિએ કહ્યું કે 2021ના ક્રિસમસ પર એવી ઘટનાઓ ઘટશે જે માનવ જીવનને હંમેશા માટે બદલી નાખશે. આ સાથે જ આ ઘટનાઓથી આખી દુનિયા ચકિત રહી જશે. 

Updated By: Dec 7, 2021, 07:03 AM IST
ટાઈમ ટ્રાવેલરનો મોટો દાવો : '25 ડિસેમ્બરની તારીખ યાદ રાખજો, એવું કઈંક ઘટવાનું છે જેનાથી આખી દુનિયા બદલાઈ જશે'

નવી દિલ્હી: ટાઈમ ટ્રાવેલર બતાવતા એક વ્યક્તિએ મહિનાના અંતમાં દુનિયામાં મોટો ફેરફાર લાવનારી બે ઘટનાઓ ઘટવાનો દાવો કર્યો છે. વ્યક્તિએ કહ્યું કે 2021ના ક્રિસમસ પર એવી ઘટનાઓ ઘટશે જે માનવ જીવનને હંમેશા માટે બદલી નાખશે. આ સાથે જ આ ઘટનાઓથી આખી દુનિયા ચકિત રહી જશે. 

દુનિયાને સ્તબ્ધ  કરી દે દેવી ઘટનાઓ
ધ સનના રિપોર્ટ મુજબ પોતાને ટાઈમ ટ્રાવેલર તરીકે ઓળખાવતા વ્યક્તિએ પોતાની તાજી ભવિષ્યવાણીમાં દાવો કર્યો છે કે 2021ના છેલ્લા મહિનામાં ઘટનારી બે ઘટનાઓથી સમગ્ર દુનિયા ચકિત રહી જશે. કારણ કે તેનાથી માનવ સભ્યતાનો ઈતિહાસ બદલાઈ જવાનો છે. આ અગાઉ ટાઈમ ટ્રાવેલર અટલાન્ટિક મહાસાગરમાં એક અનોખી ખોજ કરવાનો દાવો કર્યા બાદ ચર્ચામાં આવ્યો હતો. 

આ વખતે વ્યક્તિએ કોઈ પણ પુરાવા વગર બે તારીખોની જાહેરાત કરી છે. જે દુનિયાને બદલી નાખશે. પોતાની તાજી પોસ્ટમાં તેણે દાવો કરતા કહ્યું છે કે 20 ડિસેમ્બરે 8 માણસોને સૂરજનો સુપરપાવર મળશે. આ સાથે જ તેણે 25 ડિસેમ્બરે ક્રિસમસ પર થનારી એક વધુ મોટી ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો છે. 

Video: જાનવરોની જેમ ચાર પગે ચાલે છે આ પરિવાર, કારણ જાણીને હચમચી જશો

25 ડિસેમ્બરે ઘટશે કઈક અનોખુ
વ્યક્તિએ દાવો કર્યો છે કે ક્રિસમસ પર કઈક મોટું ઘટવાનું છે. જેનાથી આખી દુનિયા ચકિત રહી જશે. આ સાથે જ આ ઘટના માનવ જીવનને હંમેશા માટે બદલી નાખશે. દુનિયામાં આ ઘટનાને સદીઓ સુધી યાદ  કરવામાં આવશે. આ સાથે જ એવુ સાબિત થશે કે હું રિયલ ટાઈમ ટ્રાવેલર છું આથી કોઈએ આ તારીખ ભૂલવી જોઈએ નહીં. 

આ પોસ્ટ બાદ કેટલાક લોકોએ ભાત ભાતની કમેન્ટ કરવાની શરૂ કરી દીધી છે. એક જણે કહ્યું કે આ બિલકુલ સાચુ છે કારણ કે 25 ડિસેમ્બરના રોજ આપણા બધાના જીવનદાતાનો બર્થડે છે. આ ઉપરાંત અન્ય એક વ્યક્તિએ મજાકીય અંદાજમાં કહ્યું કે ક્રિસમસ આમ પણ દર વર્ષે ધૂમધામથી ઉજવવામાં આવે છે. જ્યારે ફેમિલી અને ફ્રેન્ડ્ઝ ભેગા થાય છે. જો કે બહુ ઓછા લોકો હતા જે આ વ્યક્તિના દાવાને સાચો માનવા તૈયાર હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube