Covid-19: બાપરે...ચીનનું આટલું મોટું જૂઠ્ઠાણું? ઘાતક કોરોના પર 8 વર્ષ જૂના રહસ્યનો પર્દાફાશ
કોરોના વાયરસ (Corona Virus) ને લઈને અમેરિકા (America) ના બે વૈજ્ઞાનિકોએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ વાયરસ લગભગ આઠ વર્ષ પહેલા ચીનની ખાણમાં મળી આવ્યો હતો.
વોશિંગ્ટન: કોરોના વાયરસ (Corona Virus) ને લઈને અમેરિકા (America) ના બે વૈજ્ઞાનિકોએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ વાયરસ લગભગ આઠ વર્ષ પહેલા ચીનની ખાણમાં મળી આવ્યો હતો.
વૈજ્ઞાનિકોના જણાવ્યાં મુજબ દુનિયા આજે જે કોરોના વાયરસથી પ્રભાવિત છે, ત્રાહિમામ છે, તે આઠ વર્ષ પહેલા ચીન (China) માં મળી આવેલા વાયરસનું જ ઘાતક સ્વરૂપ છે. ચીનના વુહાનથી ફેલાયેલા વાયરસની ઉત્પત્તિને લઈને અનેક પ્રકારની વાતો કહેવાઈ રહી છે. અમેરિકા સહિત કેટલાક દેશોનો દાવો છે કે વુહાન લેબમાં જાણી જોઈને વાયરસ તૈયાર કરવામાં આવ્યો. જ્યારે ચીન કહેતું આવ્યું છે કે માંસ બજારમાં સૌથી પહેલા વાયરસની ખબર પડી. પરંતુ વૈજ્ઞાનિકોએ બિલકુલ નવી તસવીર રજુ કરી છે.
Corona: આ દેશમાં જોવા મળ્યો નવા રંગરૂપવાળો કોરોના વાયરસ, 10 ગણો વધુ 'ખતરનાક'
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે તેમના હાથ કેટલાક પુરાવા લાગ્યા છે જે દર્શાવે છે કે કોરોના વાયરસની ઉત્પત્તિ આઠ મહિના પહેલા નહીં પરંતુ આઠ વર્ષ પહેલા ચીનના દક્ષિણ પશ્ચિમ સ્થિત યુન્નાન પ્રાંતની મોજિયાંગ ખાણમાં થયો હતો. તેમણે જણાવ્યું કે 2012માં કેટલાક મજૂરોને ચામાચિડીયાનો મળ સાફ કરવા કરવા માટે ખાણમાં મોકલવામાં આવ્યાં હતાં. આ મજૂરો 14 દિવસ ખાણમાં જ રહ્યાં હતાં. ત્યારબાદ 6 મજૂરો બીમાર પડ્યા હતાં. આ દર્દીઓને ખૂબ તાવ, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ, હાથ પગ, માથામાં દુ:ખાવો, ગળામાં ખારાશની ફરિયાદો હતી. આ તમામ લક્ષણો હાલ કોવિડ-19ના છે.
બીમાર થયેલા દર્દીઓમાંથી 3નું બાદમાં કથિત રીતે મોત પણ થઈ ગયું. આ તમામ જાણકારી ચીની ચિકિત્સક લી જૂ(Li Xu)ની માસ્ટર્સ થીસિસનો ભાગ છે. થીસિસનો અનુવાદ અને અધ્યયન ડો.જોનાથન લાથમ (Dr Jonathan Latham)અને ડો.એલિસન વિલ્સન (Dr Allison Wilson) દ્વારા કરાયું છે.
Corona Virus વિશે અત્યાર સુધી ખબર જ નહતી આ વાત, ખુલાસા બાદ હવે સારવારમાં મળશે મોટી મદદ
અમેરિકી વૈજ્ઞાનિકોનો દાવો મહામારીને લઈને ચીનની ભૂમિકાને ફરીથી શંકાના દાયરામાં લાવે છે. ચીન કહેતું આવ્યું છે કે તેને કોરોના અંગે અગાઉ કોઈ જાણકારી નહતી. જેવું તેને વાયરસની જાણ થઈ કે તેણે દુનિયા સાથે તેની જાણકારી શેર કરી હતી. જ્યારે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે મજૂરોના સેમ્પલ વુહાન લેબ મોકલાયા હતાં અને ત્યાંથી વાયરસ લીક થયો. તેનાથી સ્પષ્ટ થાય છે કે મહામારી બનતા પહેલા જ કોરોના વાયરસ ચીનના રડાર પર આવી ચૂક્યો હતો.
આ બાજુ દક્ષિણ-પૂર્વ એશિયાના બે દેશોએ કોરોનાની ખુબ જ ખતરનાક પ્રજાતિ અંગે જાણકારી આપી છે. ફિલિપાઈન્સના ક્વેજોન શહેરમાં G-614 મળી આવ્યો છે. જે વુહાન વાયરસથી 1.22 ગણો વધારે ફેલાય છે. આ બાજુ મલેશિયાએ G-614g મ્યુટેશનનો દાવો કર્યો છે. મલેશિયાના વિશેષજ્ઞોનું કહેવું છે કે આ પ્રજાતિ સામાન્ય કોરોના વાયરસથી 10 ઘણી ખતરનાક છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube