નેપિડોઃ મ્યાનમાર (Myanmar)મા રહેતા રોહિંગ્યા મુસલમાનો (Rohingya Muslim)ની વસ્તી પર કોરોના  (CoronaVirus)નો વાયરસને સંકટ છવાયું છે. અહીં અત્યાર સુધી ઘણા કેસ સામે આવી ચુક્યા છે. રખાઇન રાજ્યના સિતાવે (Sittwe) શહેર અને તેની આસપાસ લગભગ 130,000 રોહિંગ્યા શિબિરોમાં રહે છે. જો કોરોનાનો પ્રકોપ વધે છે, તો ગીચ વસ્તીને કારણે તેને નિયંત્રિત કરવો મુશ્કેલ બની જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શહેરમાં પાછલા સપ્તાહે 48 કેસ નોંધાયા છે, જે મ્યાનમારમાં અત્યાર સુધી નોંધાયેલા લગભગ 400 મામલામાંથી 10 ટકાથી વધુ છે. તેને જોતા સરકારે કર્ફ્યૂ લગાવી દીધું છે અને બધી શાળાઓને બંધ કરી દીધી છે. ક્યો ક્યો નામક રોહિંગ્યાની ન્યૂઝ એજન્સીએ AFPને જણાવ્યું કે, સ્થિતિ સારી નથી. અમે ચિંતિત છીએ, કારણ કે જે સ્થિતિમાં અમે રહીએ છીએ ત્યાં વાયરસના પ્રસારની આશંકા વધુ છે અને જો કેસ વધે છે તો તેને નિયંત્રણમાં લેવા સરળ રહેશે નહીં. 


હાલમાં અધિકારીઓની એક ટીમે થાએ ચુંગ શિબિર (Thae Chaung)નો પ્રવાસ કર્યો અને લોકોને સોશિયલ ડિસ્ટેન્સિંગ જેવા ઉપાયોથી માહિતગાર કરાવ્યા, પરંતુ તેનું પાલન કરવું રોહિંગ્યા મુસલમાનો માટે લગભગ મુશ્કેલ છે, કારણ કે એક ઘરમાં ઓછામાં ઓછા 10 પરિવાર રહે છે. ટીમે શિબિરોમાં સેનેટાઇઝર અને માસ્કનું વિતરણ કર્યું હતું. 


ક્યો ક્યોએ કહ્યું, જો લૉકડાઉન લાંબા સમય સુધી ચાલે છે, તો અમારે મદદની જરૂર પડશે. હાલમાં અમે ઘરમાં કેદ છીએ. સિતાવેમાં રાત્રે કર્ફ્યૂ લગાવવામાં આવ્યું છે. સાથે રાજધાનીમાં ઘરેલૂ ઉડાન સહિત જાહેર પરિવહનને પણ બંધ કરી દેવામાં આવ્યું છે. 


નવાજ શરીફ ભાગેડુ જાહેર, PAK સરકારે પ્રત્યાર્પણ માટે બ્રિટનથી સધા સંપર્ક


રખાઇન રાજ્ય લાંબા સમયથી જાતીય અને ધાર્મિક સંઘર્ષનું કેન્દ્ર રહ્યું છે. પેઢીઓથી મ્યાનમારમાં રહેવા છતાં રોહિંગ્યા મુસલમાનોને વિદેશી બાંગ્લાદેશી સમજવામાં આવે છે. તેની પાસે નાગરિકતા અધિકારોનો અભાવ છે અને તે પોતાના હક માટે અવાજ ઉઠાવી શકે નહીં. એક સ્થાનીક સાંસદે હાલમાં પોતાની ફેસબુક પોસ્ટમાં કોરોના વાયરસના વધતા પ્રકોપ માટે રોહિંગ્યાને દોષી ઠેરવ્યા હતા. પરંતુ બાદમાં તે પોસ્ટને હટાવી દેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે 750,000 રોહિંગ્યા 2017મા સૈન્ય કાર્યવાહી બાદ પાડોસી બાંગ્લાદેશ ભાગી ગયા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર