નવી દિલ્હી: કોરોનાકાળમાં દુનિયાની 3 મહાશક્તિઓ મહાયુદ્ધની તૈયારીઓમાં લાગી છે. ચીન, અમેરિકા અને રશિયાના કોરોનાકાળમાં યુદ્ધના ખતરનાક પ્લાન બની રહ્યાં છે. અમેરિકાએ ચીનને મહામારીની સજા આપવાનું તો નક્કી કરી જ નાખ્યું છે. હવે કોરોના જો અમેરિકા અને ચીન વચ્ચે યુદ્ધ કરાવશે તો સ્પષ્ટ છેકે આ મહાયુદ્ધમાં રશિયાની પણ એન્ટ્રી જરૂર થશે. આથી રશિયાએ અત્યારથી પોતાની તાકાત વધારવાનું શરૂ કરી દીધુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રશિયા ફક્ત સૈન્ય તાકાત વધારી રહ્યું છે એમ નથી, દુનિયામાં તબાહી મચાવનારા બોમ્બને પણ તેણે બનાવવાનું શરૂ કરી દીધુ છે. હકીકતમાં રશિયાથી હચમચાવી નાખે તેવા મોટા સમાચાર આવી રહ્યાં છે. જે મુજબ કોરોના વાયરસના આ મહાસંકટ વચ્ચે રશિયાએ દુનિયાના સૌથી મોટા બોમ્બની ડિઝાઈન તૈયાર કરી છે. 


રશિયાએ અમેરિકા સહિતના પશ્ચિમ દેશોના જોખમને જોતા મહાવિનાશક બોમ્બ બનાવવાનું શરૂ કરી દીધુ છે. આ મહાબોમ્બને રશિયાની Intercontinental Skif Missileમાં લગાવવામાં આવશે. રશિયાનું માનવું છે કે આ બોમ્બ તેના બચાવ માટેનું 'બ્રહ્માસ્ત્ર' હશે. જેને તે અંતિમ હથિયાર તરીકે ઉપયોગમાં લેશે. 


આ બોમ્બની ખાસિયતો...
- આ મહાબોમ્બ 25 મીટર લાંબો અને 100 ટન વજનનો છે.
- આ બોમ્બને સમુદ્રમાં ઉતારવા માટે એક વિશેષ જહાજની જરૂર પડે છે. 
- સમુદ્રની સપાટીથી 3000 ફૂટ નીચે આ મહાબોમ્બ અનેક વર્ષો સુધી એમ જ પડી રહી શકે છે. 
- Skif Missile પર લગાવવામાં આવેલો આ બોમ્બ સિન્થેટીક રેડિયોધર્મીતત્વ કોબાલ્ટ-60ના ઉપયોગથી સમુદ્રના મોટા ભાગ અને તેના તટોમાં તબાહી લાવી શકે છે. 
- આ બોમ્બ સાથે Skif Missile 6000 કિમી સુધી નિશાન સાધી શકે છે. 
- 60 માઈલ પ્રતિ કલાકની ઝડપથી ઝડપથી પોતાના લક્ષ્યાંકને સાધી શકે છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube