વોશિંગટનઃ કોરોના વાયરસની ઘાતક મહામારીથી લોકોને બચાવવા માટે વેક્સિનની શોધમાં લાગેલી ફાર્મા કંપની Pfizer Incને ખુબ ઉત્સાહજનક પરિણામ મળ્યા છે. કંપનીએ કહ્યું કે, તેની બનાવેલી વેક્સિન 95 ટકા અસરકારક છે. આ સાથે કંપની અમેરિકામાં સૌથી પહેલા FDAની મંજૂરી માટે અરજી આપવા માટે થોડા દિવસમાં તૈયાર થઈ જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બધી ઉંમર, સમુદાયો પર અસર
ફાઇઝરની mRNA આધારિત વેક્સિન BNT162b2ના ક્લિનિકલ ટ્રાયલના ફાઇનલ એનાલિસિસના ડેટામાં આ સફળતા મળી છે. અમેરિકી કંપની અને પાર્ટનર BioNTech SE એ કહ્યુ કે, તેની વેક્સિનથી બધી ઉંમર અને સમુદાયના લોકોને સુરક્ષા મળી છે. તેની સુરક્ષાને લઈને પણ કોઈ ગંભીર સમસ્યા સામે આવી નથી. આ સાથે અમેરિકાના  FDA (ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન)થી ઈમરજન્સીમાં મંજૂરી (EUA) હાસિલ કરવા માટે માપદંડને પાર કરી લીધા છે. 


કોરોના વચ્ચે નવી ચેતવણી, આગામી વર્ષે આ બીમારી બનશે સૌથી મોટો ખતરો  


શું રહ્યાં પરિણામ
વેક્સિનની ટ્રાયલ 44 હજાર લોકો પર કરવામાં આવી હતી. ડેટામાં સામે આવ્યું કે, 170 વોલેન્ટિયર્સને કોવિડ-19 થયો જેમાં 8 લોકો એવા હતા જેને વેક્સિન આપવામાં આવી અને 162ને પ્લસીબો. વેક્સિને બીમારીની ગંભીરતાને ઓછી કરી જ્યારે પ્લીબો સમૂહના 10માંથી 9 લોકોને ગંભીર બીમારી થઈ. ડેટામાં જણાવવામાં આવ્યું કે 65 વર્ષથી વધુની ઉંમરના લોકો પર વેક્સિન 94 ટકાથી વધુ અસરકારક જોવા મળી છે. 


ગંભીર સાઇડ ઇફેક્ટ નહીં
જે લોકોને વેક્સિન આપવામાં આવી તેમાં તેની સારી અસર જોવા મળી અને ખાસ સાઇડ ઇફેક્ટ ન થઈ. વધુ થાકની સમસ્યા 3.7% વોલેન્ટિયર્સમાં બીજો ડોઝ બાદ જોવામાં આવી પરંતુ 2 ટકાથી વધુ લોકોમાં માત્ર આ એક ગંભીર પરેશાની જોવા મળી હતી. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube