નવી દિલ્હી: અમેરિકાના સંક્રામક રોગ વિશેષજ્ઞ એન્થોની ફાઉચીએ મંગળવારે કોંગ્રેસને ચેતવણી આપી હતી કે સરકાર કોરોના વાયરસ (Coronavirus) સામે વેક્સીન બનાવવામાં મદદ કરી રહી છે, પરંતુ તે ઉપલબ્ધ થવામાં થોડો સમય લાગી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફાઉચીએ એક સેનેટ સ્વાસ્થ્ય સમિતિને જણાવ્યું હતું કે, ઘાતક વાયરસ અને કોવિડ -19 બીમારી સામે લડવા માટે દેશે તેનું ધ્યાન નિવારણ, બચાવ અને જાહેર સ્વાસ્થ્ય સેવાઓ પર કેન્દ્રિત કરવું જોઈએ.


આ પણ વાંચો:- COVID-19: અબુ ધાબીના BAPS હિન્દુ મંદિરે કર્યુ ઓનલાઈન પ્રાર્થનાસભાનું આયોજન, આ રીતે જોડાઈ શકશો


ફાઉચીએ ચેતવણી પણ આપી હતી કે વ્યાપાર અને સામાજિક જીવનથી આ પ્રતિબંધ દૂર કરવાથી બિનજરૂરી સમસ્યાઓ થશે અને મોતનું જોખમ વધશે. એટલું જ નહીં, તે આર્થિક સુધારામાં પણ અવરોધ આવશે. ન્યુયોર્ક ટાઇમ્સના અહેવાલ મુજબ, ફાઉચીને ડર છે કે જો ભૂલ થઈ તો એક નાની ક્ષતિ પણ મોટી મુશ્કેલી ઉભી કરી શકે છે.


વ્હાઇટ હાઉસે 79 વર્ષીય સંક્રામક રોગ વિશેષજ્ઞ ફાઉચીને પ્રકિશોધી કહી તેમને ડેમોક્રેટિક નિયંત્રિત હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સ પેનલ સામે જૂબાની આપવાથી અટકાવ્યા હતા. ત્યારબાદ ફાઉચીએ મંગળવારના સ્વાસ્થ્ય, શિક્ષણ, શ્રમ અને પેન્શન પર રિપબ્લિકન નિયંત્રિત સેનેટ સમિતિમાં રજૂઆત કરી હતી.


આ પણ વાંચો:- કોવિડ-19: ચીન પર પ્રતિબંધ લગાવવા માટે અમેરિકી સેનેટરોએ સંસદમાં રજૂ કર્યું બિલ


મંગળવારની સુનાવણીમાં સેનેટ કમિટીના રિપબ્લિકન અધ્યક્ષ લામર એલેક્સઝેન્ડરે કહ્યું, "આપણા દેશે ટેસ્ટિંગ પર અત્યાર સુધીમાં જે કંઈ કર્યું છે તે પ્રભાવશાળી છે, પરંતુ પૂરતું નથી." એલેક્સઝેન્ડરના એક કર્મચારીને કોરોના પોઝિટિવ હોવથી તે પણ 14 દિવસ માટે પણ કવરેન્ટાઇનમાં હતો.


એલેક્સઝેન્ડરે આ ઓનલાઇન સુનાવણીની અધ્યક્ષતા કરી હતી. રિપબ્લિકન રાષ્ટ્રપિત ડોનાલ્ડ ટ્રમ્પ, જેમણે નવેમ્બરમાં ચૂંટણી માટે અર્થવ્યવસ્થાની શક્તીને પોતાની તાકાત બનાવી હતી, તેમણે રાજ્યમાં તે વ્યવસાયોને પણ ફરીથી ખોલવા માટે કહ્યું છે જને આ મહામારી વચ્ચે બીનજરૂરી ગણવામાં આવ્યા હતા. તેમણે હવે આ રાજ્યો પર છોડી દીધું છે કે, લોકડાઉન ખોલવું અથવા કંઈ રીતે ખોલવું.


આ પણ વાંચો:- ન્યૂયોર્કના Times Square પર લાગેલી ટ્રમ્પ ડેથ ક્લોક ખુબ ચર્ચામાં, જાણો છો તેના વિશે?


રાજ્યના રાજ્યપાલો જુદા જુદા અભિગમો અપનાવી રહ્યા છે, મહામારીને રોકવા માટે કડક પ્રતિબંધો હળવા કરવામાં આવ્યા છે. એટલું જ નહીં ઓપિનિયન પોલ્સ બતાવે છે કે અમેરિકનો પણ વહેલી તકે લોકડાઉન શરૂ કરવાને લઇ ચિંતિત છે.


મંગળવારે જુબાની આપનારા અન્ય લોકોમાં યૂએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન ડાયરેક્ટર રોબર્ટ રેડફિલ્ડ, હેલ્થ બ્રેટ ગિરોઇરના સહાયક સચિવ અને ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન કમિશનર સ્ટીફન હેન સામેલ છે.