કોવિડ-19: ચીન પર પ્રતિબંધ લગાવવા માટે અમેરિકી સેનેટરોએ સંસદમાં રજૂ કર્યું બિલ

નવ પ્રભાવશાળી અમેરિકી સેનેટરોના એક સમૂહે સંસદમાં એક બિલ રજૂ કર્યું છે. જેમાં કહેવાયું છે કે જો ચીન કોરોના વાયરસના સંક્રમણને ફેલાવવાની પાછળના કારણોની સંપૂર્ણ જાણકારી ઉપલબ્ધ ન કરાવે અને તેને કાબુમાં કરવા માટે સહયોગ ન આપે તો અમેરિકાના રાષ્ટ્રપતિને ચીન પર પ્રતિબંધ લગાવવા માટે મંજૂરી આપી દેવી જોઈએ. 
કોવિડ-19: ચીન પર પ્રતિબંધ લગાવવા માટે અમેરિકી સેનેટરોએ સંસદમાં રજૂ કર્યું બિલ

વોશિંગ્ટન: નવ પ્રભાવશાળી અમેરિકી સેનેટરોના એક સમૂહે સંસદમાં એક બિલ રજૂ કર્યું છે. જેમાં કહેવાયું છે કે જો ચીન કોરોના વાયરસના સંક્રમણને ફેલાવવાની પાછળના કારણોની સંપૂર્ણ જાણકારી ઉપલબ્ધ ન કરાવે અને તેને કાબુમાં કરવા માટે સહયોગ ન આપે તો અમેરિકાના રાષ્ટ્રપતિને ચીન પર પ્રતિબંધ લગાવવા માટે મંજૂરી આપી દેવી જોઈએ. 

'કોવિડ-19 જવાબદારી અધિનિયમ' બિલને સેનેટર લિંડસે ગ્રાહમે તૈયાર કર્યું છે અને આઠ અન્ય સાંસદોએ તેમાં સાથ આપ્યો છે. આ બિલને મંગળવારે સેનેટમાં રજૂ કરાયું. 

આ બિલમાં કહેવાયું છે કે રાષ્ટ્રપતિ 60 દિવસની અંદર કોંગ્રેસમાં એ પ્રમાણિત કરશે કે ચીને અમેરિકા, તેના સહયોગીઓ કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન જેવા સંયુક્ત રાષ્ટ્ર સંલગ્ન સંસ્થાઓના નેતૃત્વવાળી કોવિડ19 સંબંધીત તપાસ માટે પૂર્ણ જાણકારી ઉપલબ્ધ નથી કરાવી અને તેણે માંસાહારી વસ્તુઓના વેચાણ કરનારા તે તમામ બજારોને બંધ કરી દીધા હતાં જેનાથી જાનવરોથી મનુષ્યમાં કોઈ સંક્રમણ ફેલાવવાનું જોખમ રહેલુ છે. 

તેમાં કહેવાયુ છે કે જો રાષ્ટ્રપતિ તેને પ્રમાણિત ન કરે તો તેમને ચીનની સંપત્તિઓ સીલ કરવાનો, મુસાફરી સંબંધિત પ્રતિબંધ લગાવવાનો, વિઝા રદ કરવાનો, અમેરિકી નાણાકીય સંસ્થાઓને ચીની કારોબારને ઋણ આપતા રોકવાનો અને ચીની કંપનીઓને અમેરિકી શેર બજારમાં લિસ્ટેડ કરવા પર રોક લગાવવા જેવા પ્રતિબંધો લાગુ કરવાનો અધિકાર રહેશે. 

જુઓ LIVE TV

ગ્રાહમે કહ્યું કે 'મને વિશ્વાસ છે કે ચાઈનીઝ કમ્યુનિસ્ટ પાર્ટી જો આ ચીજો ન છૂપાવત, તો વાયરસ અમેરિકામાં ન પહોંચ્યો હોત.' તેમણે કહ્યું કે 'ચીને આંતરરાષ્ટ્રીય સમુદાયને તપાસ માટે વુહાન પ્રયોગશાળામાં જવાની મંજૂરી ન આપી. મને લાગે છે કે જો ચીન પર દબાણ ન બનાવ્યું તો તે તપાસમાં ક્યારેય સહયોગ નહીં કરે.' 

ઉલ્લેખનીય છે કે ચીનના વુહાનથી ફેલાયેલા કોરોના વાયરસના સંક્રમણથી દુનિયાભરમાં અઢી લાખ લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે 40 લાખથી વધુ લોકો તેનાથી સંક્રમિત છે. આ વાયરસથી સૌથી વધુ પ્રભાવિત અમેરિકા થયુ છે. જ્યાં કોરોનાના કારણે 80000 લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે 14 લાખ લોકો તેનાથી સંક્રમિત છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news